ગોધરા નગર પાલિકાની ચુંટણીના બ્યુગલ ફુંકાઈ ચુકયા છે. પાંચ વર્ષ દરમ્યાન પોતપોતાના રહેણાંક વિસ્તારના પ્રશ્ર્નોને વિકાસ સ્વપે કેટલીક વાચા મળી છે. તેનાથી સંતોષ છે કે કામગીરી અધુરી રહેતા અસંતોષ છે. તે પ્રશ્ર્ન રહે છે આગામી પાંચ વર્ષ માટે હજુ વિકાસના કામો પડતર છે કે નવી અપેક્ષાઓ હોવા જેવી લાગણીઓ ઉદ્દભવી સ્વભાવિક છે. ત્યારે ગોધરાવાસીઓ વિકાસના મુદ્દે લેખાજોગા કરી રહ્યા છે. જેના ભાગરૂપ પંચમહાલ સમાચારે લોક લાગણીઓને વાચા આપીને તેઓને વિકાસ અને સુવિધાઓ મળી રહે તેનો નમ્ર પ્રયાસ કરીને કુલ-૧૧ જુદા જુદા વોર્ડના વિવિધ સોસાયટી વિસ્તારોમાં ગ્રાઉન્ડ રિપોર્ટ આપતી શ્રેણી આજથી શરૂ કરવામાં આવી છે. આ દૈનિકના વાચકો એ વિકાસલક્ષી અહેવાલને નિષ્પક્ષપણે રજુ કરતી આ વોર્ડ શ્રેણીને આવકારીને પોતાના રહેણાંક સોસાયટીના પ્રશ્ર્નો અંગે રજુઆત કરી રહ્યા છે. જેનાથી આશા છે કે ચુંટણી પરિણામ બાદ લોકપ્રશ્ર્નો ઉકેલાશે.
ગોધરા,
લોક પ્રશ્ર્નોની શ્રેણીના ભાગરૂપ ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.૧માં મુલાકાત લેવામાં આવી હતી. અહીં ભુરાવાવ ચોકડી થી ભૌગોલિક વિસ્તાર ધરાવે છે. જેમાં ડોડપા ફળીયા, વાગીયાવાસ, ઝુલેલાલ સોસાયટી, એસ.આર.પી., અબ્રાહમ પટેલના મુવાડા, ખાડી ફળીયા, હુસેની મસ્જીદ વિસ્તાર, મારવાડીવાસ વગેરે આવેલા છે. ગત ટર્મમાં ભાજપા પ્રેરીત ચાર સભ્યોએ પોતાના વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં આવેલા છે. ત્યારે બાકી રહેતા પ્રશ્ર્નોમાં જોવા જઈએ તો વિવિધ સોસાયટી તથા ચાલીઓમાં ભૂર્ગભ ગટર લાઈનનો સળગતો પ્રશ્ર્ન છે. છેલ્લા ૭-૮ વર્ષથી કેટલાક સ્થળો એ કામગીરી અધુરી છોડવામાં આવી છે. તો કયાંક લાઈનના જોડાણ રહેણાંક સાથે જોડવામાં આવેલા નથી. પરિણામે ઠેર-ઠેર નાની નીક જેવી ગટરોથી પ્રજાને સંતોષ માનવું પડી રહ્યું છે. ગીચ વસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારોની આ નીક સાંકડી થયેલી છે. તો કયાંક દબાણો જોવા મળે છે. આ નીકની સાફસફાઈના અભાવે ગંદકી ભરાયેલી હોવાના કારણે રોજીંદા ગંદા પાણી જાહેર રસ્તાઓ ઉપર રેલાઈને મીની તળાવો આકાર લેતા આવતાં જતાં રાહદારીઓને મુશ્કેલી મંાથી પસાર થવું પડે છે. તેવી રીતે દુર્ગંધ પ્રસરાતા રહિશો ત્રાહિમામ પોકારી ઉઠેલા છે. તો વળી, રસ્તાઓ પણ તૂટફૂટ હાલતમાં જોવા મળી રહ્યા છે.
ડોડપા ફળીયા : તળાવની સામે આવેલા જાહેર શૌચાલય બન્યા પછી આજદિન સુધી મારવામાં આવેલ તાળું ખોલવામાં નહીં આવતા બિનઉપયોગી હાલતમાં ભાસી રહેતાની સાથે જર્જરીત હાલતમાં છે. લોકઉપયોગી સુવિધા ન મળતા ગરીબ લોકોને સુવિધા મળતી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શહેરને ગંદકી મુકત કરવાના નારો નિરર્થક બન્યો છે. અહીંથી નર્મદા આધારીત મુખ્ય પસાર થતી પાઈપ લાઈન હોવા છતાંં પુરતા ફોર્સમાં પાણી મળતું નથી. વળી, અવાવરો બનેલો કુવાની સાફસફાઈ કરાતી નથી. અહીંના તળાવની સફાઈ રામસાગરની માફક નિયમીતપણે કરવામાં નહીં આવતાં નિર્થક વનસ્પતિ ઉગવાની સાથે ગંદકીથી ખદબદે છે. જો રામસાગર તળાવ માટે નગર પાલિકા ચિંતા રાખીને જરી ગ્રાન્ટ ફાળવે તે જરી છે. નીકો નાની હોવાની સાથે કચરો ઉડીને આવતા ગંદકી થી ઉભરાઈને બહાર આવે છે. અને છેક શહેરના પ્રવેશ દ્વાર પાસેના ખાડામાં એકત્રિત થાય છે. રસ્તો પણ ઉબડખાબડ બનેલા છે.
સીમલા હાઈવે : અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે માર્ગ પહોળો કરવાની કામગીરી માટે બન્ને બાજુથી રસ્તાનું એક-એક ફુટ સુધી ખોદી નાખ્યા છે. પરંતુ મંથરગતિએ કામગીરી ચાલવાને કારણે હંમેશા વાહનોથી ધમધમતા આ માર્ગ પર ટ્રાફિક જામ રહેવાની સાથે ખોદાયેલા ખાડામાં વાહનો ઘરાશઈ થવાની દહેશત વ્યાપી છે.
વણઝારા પાર્ટી પ્લોટ રોડ : ચુંટણી પૂર્વે પાર્ટી પ્લોટ રોડને માટી મેટલ કામગીરી કરવામાં આવીને મતદારોને લુભાવવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં, હાઈવે નજીક રસ્તો અધુરો છોડવામાં આવતાં લોકોને મુશ્કેલી પડે છે. જોકે, દર ચોમાસામાં કાદવ-કીચડ સર્જાતો હોવાથી આર.સી.સી. રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે. લક્ષ્મી નગર તથા આસપાસના વિસ્તારમાં પાણીની મુખ્ય સમસ્યા છે. અગાઉ પાણી ન આવતાં ખોદકામ કરીને નવેસર થી પાઈપ લાઈન સાથે જોડાણ આપવામાં આવ્યા છતાં લેવલીંગ નહીં જળવાતા પાણીનો યથાવત પ્રશ્ર્ન રહેવાથી મહિલાઓને રાત્રીના ઉજાગરા કરવા પડી રહ્યા છે. તેમ છતાંયે પુરતું પાણી ન મળતા તળાવના પાણીના ઉપયોગ થી અરૂણાબેન નાઈ, રમીલાબેન વણઝારા, રક્ષાબેન નાઈ સહિતની મહિલાઓ ત્રાહિમામ પોકારી ઉઠેલ હોવાના કારણે ચુંટણી ટાણે “પાણી નહીં તો વોટ નહીં તેવો બળાપો વ્યકત કરી નિર્ધાર કર્યો છે. રસ્તા તોડફોડ કર્યા બાદ તેને સમતલ કે કાટમાળ ખસેડવામાં નહીં આવતાં લોકોને દિકકત પડી રહી છે. ચોમાસામાં ડોડપા તળાવ ઉભરાય છે. તો જેસીબી થી તળાવની પાળીને તોડી નિકાલ કરવામાં આવતાં આસપાસની વિવિધ સોસાયટીમાં ઘસમસતા પાણી ફરી વળીને ઘરમાં ઘુસી જાય છે. દિવસો સુધી પાણી ભરાઈને મીની તળાવ સર્જાયેલા રહે છે. વેરો ભરવા છતાં રોજીંદા પાલિકા દ્વારા સાફસફાઈ કરવામાં આવતી નથી. તો સફાઈ વેરો કેમ ભરાય તેવા લોકો પ્રશ્ર્નો કરી રહ્યા છે.
સિંદુરી માતા મંદિર વિસ્તાર : આ વિસ્તારમાં ગટર લાઈનોનો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે. અહીં આવેલા એપીએમસી માર્કેટની સંરક્ષણ દિવાલ તૂટયા બાદ ફરી થી બનાવવામાં નહીં આવતાં લોકો ગંદકી અહીં ફેંકી જાય છે. વળી, સવાર-સાંજ અસામાજીક તત્વોનો અડ્ડો બનતા લોકો પણ ભારે નારાજગી વ્યકત કરી રહ્યા છે. તેની પાસે બનાવવામાં આવેલ વરસાદી પાણીની કાંસમાં બારેમાસ ગંદકી યુકત પાણી ભરાયેલું હોવાથી મચ્છરોનો ત્રાસ વર્તાઈ રહ્યો છે.
રેલ્વેનો પ્રવેશ વિસ્તાર : આજ થી ૧૨ વર્ષ પૂર્વે પાલિકા દ્વારા બનાવવામાં આવેલ જાહેર શૌચાલય શોભાના ગાંઠીયારૂપ બનેલું છે. બાંધકામ સામગ્રી તૂટફુટ થઈને ઉપયોગી નહીં બનતા પાલિકાનો ખર્ચ વ્યર્થ નિવડયો છે. સામે આવેલા રેલ્વે તળાવ પણ સફાઈ કરવામાં આવતી નથી. જેનાથી વરસાદી પાણી પણ શિયાળામાં ભરાયેલું જોવા મળે છે.
ખાડી ફળીયા : આ વિસ્તારમાં હુસૈની મસ્જીદ, ઉમરવાસ, નાડીયાવાસ, કુદરત શાહનો, અમર સોસાયટી સહિતની હિંદુ -મુસ્લીમ સમાજ વસે છે. આ વિસ્તારોમાં માત્ર નામપૂરતી તે પણ ખુલ્લી અને નાની જ ગટર લાઈન છે. ભૂર્ગભ ગટર યોજનાનું નામો નિશાન જોવા મળતું નથી. નગર પાલિકા દ્વારા ૮-૮ વર્ષથી યોજના ચાલી રહી હોવા છતાંં આ વિસ્તારના રહિશોને સુવિધાનો લાભ મળ્યો નથી. એકદમ નાની નીક આકારની ગટર લાઈન છે. તેમાં આસપાસ માંથી કચરો ઉડીને પડતાં ગટર લાઈન ચોકઅપ થવાની સાથે પાણી રોડ ઉપર રેલાય છે. કોન્ટ્રાકટર દ્વારા અહીં કેટલાક સ્થળો એ બનાવેલ આ લાઈનને રહેણાંક સાથે જોડાણ આપવામાં આવ્યું નથી. અનેકવાર રજુઆત કરવા છતાં વોર્ડ નં.૧ના મુખ્ય ગણાતા ગટર લાઈનના પ્રશ્ર્ન બાબતે નગર પાલિકા ઉદાસીનતા સેવીને અગવડતા વેઠવી પડતા રોષની લાગણી વ્યાપેલી જોવા મળે છે. આવા સમયે એક જોડાણ અભિયાનરૂપ ચલાવવામાં આવે તો ગટર લાઈન પ્રશ્ર્નનો અંત આવે.
મારવાડીવાસ : અહીં છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટનો અભાવ હોવાથી રાત્રિના અંધકારમયને લીધે લોકોને મુશ્કેલી પડી રહી છે. છેલ્લા છ માસ ઉપરાંત થી રજુઆત કરવા છતાં લાઈટ અપાઈ નથી. ઠેરઠેર રસ્તાઓ ઉપરના રહિશો એ પતરાનો શેડ, કંપાઉન્ડ વોલ, પાકુ બાંધકામ કરીને દબાણો કરવામાં આવેલા છે. જેનાથી એમ્બયુલન્સ આવી શકે તેમ નથી. જેથી કલેકટરને રજુઆત કરવા છતાં પ્રશ્ર્ન તેમને તેમ છે. જોકે, તંત્ર એ નોટીસો પાઠવીને સંતોષ માન્યો છે. પરંતુ દબાણો દુર કરવાની કામગીરી સ્થળ પર આવીને કરી નથી. અહીં છેલ્લા કેટલાક સમયથી દુષિત પાણી આવતાની ફરિયાદો છે. ભૂર્ગભ ગટર લાઈનના અભાવે ઘરના આંગણે પસાર થતી નાની નીકમાં સફાઈના અભાવે રોજીંદા ગંદા પાણીથી ઉભરાઈને રોડ ઉપર ખાબોચીયા ભરાઈને લોકોને તકલીફ પડી રહી છે અને ચોમાસા જેવો માહોલ બને છે. રસ્તાની વચોવચ પસાર થતી નીકની આસપાસ લોકોએ દબાણ જમાવવા માટે પત્થરપ રોડને તોડફોડ કર્યા બાદ તંત્ર એ વ્યવસ્થીત સુવિધા પુરી નહીંં પાડતા નારાજગી લોકોમાં છે.
મતદારોના સમીકરણ
પુરૂષ: ૫૫૧૦ સ્ત્રી : ૫૫૭૭ ત્રીજી જાતિ : ૦૫ કુલ: ૧૦૫૯૨
મુસ્લીમ, સિંધી સમાજ, મારવાડી સમાજ, બારીયા સમાજ તથા બક્ષીપંચ સમાજના મહત્વના મતદારો.
ભાજપના ઉમેદવારો કોંગ્રેસના ઉમેદવારો
ગોવિંદભાઈ નાયક પિંકીબેન ચંદ્રેશ વિશાલપુરા
દિવાબેન વિઠ્ઠલભાઈ પરમાર રાજેશ હડીયલ
સુનિલ લાલવાણી રોજનભાઈ ભેદી
હંસાબેન વાધેલા હિના યુસુફ શેખ