મુંબઈ, ફિલ્મ ’કેરી ઓન જટ્ટા-૩’ના ટ્રેલરનાં લોન્ચ પર આમિરખાને ક્ષેત્રીય ભાષાની ફિલ્મોને લઈને મોટો ખુલાસો કર્યો હતો કે સારી પટક્તા ન મળે તો તે કોઈપણ ભાષાની ફિલ્મમાં કામ કરવા તૈયાર છે અને જરૂર પડી તો તે ભાષા પણ શીખશે.
હવે એવી ચર્ચા બોલિવુડમાં ચાલી રહી છે કે ’બાહુબલી’ અને ’આરઆરઆર’ફેન રાજામૌલીની આગામી ફિલ્મમાં આમિરખાન વિલનની ભુમિકામાં ચમકશે. આમિરે પોતાની પહેલી ફિલ્મ ’હોલી’ ઉપરાંત યશરાજ ફિલ્મની ફ્રેન્ચાઈઝી ફિલ્મ ’ધુમ-ડે’ માં ખલનાયકનો રોલ ભજવ્યો હતો. રાજા મૌલીની આ આગામી ફીલ્મમાં ’સાઉથના સ્ટાર મહેશ બાબુ ચમકનાર છે અને તેમણે તારીખ પણ આપી દીધી છે.
મહેશબાબુની રાજામૌલી સાથે આ પ્રથમ ફિલ્મ હશે.ફીલ્મની પટકથાનું કામ પુરૂ થઈ ગયુ છે. રાજામૌલી ફિલ્મનાં લોકેશન્સ પણ ફાઈનલ કરી ચૂકયા છે. ફિલ્મનું શુટીંગ આવતા વર્ષની શરૂઆતમાં થશે. રાજા મૌલીની આ ફીલ્મને લઈને એ પણ અપડેટ બહાર આવ્યું છે કે આ ફિલ્મની હીરોઈન દિપીકા પદુકોણ હોઈ શકે છે. અલબત, આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર નથી થયુ.