કાલોલ,
કાલોલ તાલુકાના ઘુસર-પોપટપુરામાં ગેરકાયદેસર ચાલતા રેતીના પ્લાન્ટ ઉપર ખાણ-ખનિજ વિભાગે કાર્યવાહી કરી પ્લાન્ટમાં એકઠી કરેલ રેતીના જથ્થો સીઝ કરવામાં આવ્યો.
કાલોલ તાલુકાના ઘુસર, સુરેલી રોડ ઉપર અને રેતીના પ્લાન્ટ ધમધમી રહ્યા છે. આવા રેતી પ્લાન્ટ કાયદેસર છે કે નહિ તે ખાણ-ખનિજ વિભાગને જાણકારી હોય શકે છે. પરંતુ અમુક રેતીના પ્લાન્ટ ગેરકાયદેસર ચાલી રહ્યા છે. ત્યારે આજરોજ ગોધરા ખાણ-ખનિજ વિભાગ દ્વારા કાલોલ તાલુકાના ઘુસર અને પોપટપુરા કાકરી ખાણ-ખનિજ વિસ્તારમાં ચાલતા બે ગેરકાયદેસર રેતી પ્લાન્ટ ઉપર રેડ કરી હતી અને બે રેતી પ્લાન્ટને સીઝ કરવામાં આવ્યા. ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદેસરના રેતી પ્લાન્ટ ઉપર એકઠી કરેલ રેતીના જથ્થો સીઝ કર્યો હતો. સાથે ગેરકાયદેસર રેતી વહનમાં ઉપયોગમાં લેવાતા ૧ ટ્રેકટરને ઝડપી પાડવામાં આવ્યું. ખાણ-ખનિજ વિભાગ દ્વારા ૧૩ લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. કાલોલ તાલુકાના સુરેલી ગામ પાસે ગોમા નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન કરતાં ખનિજ માફિયાઓનો ટ્રેકટર ઉપર સ્ટન્ટ કરીને ખનિજ ચોરી કરતો વિડીયો વાયરલ થયો છે. જે જાણે આવા ખનિજ માફિયાઓને વહીવટી તંત્રનો ડર રહ્યો નથી. તેવું દર્શાવવા માંગતા હોય તેમ લાગે છે.