ગોધરા શહેરના હાર્દ સમા બગીચા રોડ ખાતે આવેલા નગરપાલિકા સંચાલિત વોક વે ઉપરથી ઘટાદાર વૃક્ષોનું જળ મૂળમાંથી નિકંદન કરી નાખવામાં આવતા સ્થાનિક રહીશો સહિત પર્યાવરણ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી હતી.એકતરફ સમગ્ર દેશ અને વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ગોધરા શહેરમાં ભરચક વિસ્તારમાં આવેલા બગીચા રોડ ખાતે વૃક્ષ કાપી નાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગોધરા શહેરના બગીચા રોડ ઉપર નગરપાલિકા સંચાલિત વોક વે પર ઘટાદાર વૃક્ષોને ગોધરા નગરપાલિકા દ્વારા તેનું નિકંદન કરી નાખવામાં આવ્યું છે. તેવું સ્થાનીક લોકોએ આક્ષેપ કર્યો હતો. તેમાં ગોધરા શહેરમાં રહેતા દયાલ આહુજાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા વિશ્વ પર્યાવરણ દિવસની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને પર્યાવરણની જાળવણી કરી જતન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે બીજી બાજુ ગોધરા નગરપાલિકા દ્વારા બગીચા રોડ ઉપર આવેલા વોક વે પરથી વૃક્ષોનું નિકંદન કાઢી જળમૂડ માંથી કાઢીને કાપી નાખવામાં આવ્યાનો સ્થાનીક લોકોઓએ આક્ષેપ કર્યો હતો. જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં અને સ્થાનીક લોકોમાં નારાજગી જોવા મળી હતી. ભવિષ્યમાં આવું ન થાય તે માટે ગોધરા નગરપાલિકાએ તકેદારી રાખવી પડશે તેવી સ્થાનીક લોકો અને પર્યાવરણ પ્રેમીઓએ માગ કરી હતી.ઉલેખનીય છે કે ગોધરા શહેરના હાર્દ સમા બગીચા રોડ ઉપર આવેલા વોક વે પરના વૃક્ષો કોઈને નડતર રૂપ ન હતા અને આ વૃક્ષો મજબૂતાઇ વાળા હતા. તે છતાં પણ નગરપાલિકા દ્વારા તેને જળમુળમાંથી કાપી તેનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું.