દાહોદ, મારામારીમાં પરીણમતા ત્રણે બાપ-બેટાઓએ ભેગા મળી લાકડીઓનો મારમારી ત્રણ જણાને ઈજાઓ પહોંચાડી ઘર પર પથ્થરમારો કરી વિલાયતી નળીયા તથા બારીની તોડફોડ કરી તેમજ ઘરના લાકડાના દરવાજાની તોડફોડ કરી નુકશાન પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપ્યાનું જાણવા મળ્યું છે.
સરસવા પૂર્વ ગામના ચંદાણા ફળિયામાં રહેતા હિતેન્દ્ર ચીમનલાલ માલ તથા ઘરના અન્ય સૌ ગત તા. 29-5- 2023ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે પોતાના ઘરે હાજર હતા અને ગાડી માંથી સરસામાન ઉતારી રહ્યા હતા. તે વખતે પાડોશમાં રહેતા પારસીંગભાઈ પુનાભાઈ માલની પત્ની ગીતાબબહેન પોતાના ઘરે ઉભા રહી અહીં કેમ ગાડી મુકી છે, તમારે વધારે જમીનો જોઈએ છે. તેમ કહેતા જીતેન્દ્રભાઈએ કહેલ કે અમોએ અમારા આંગણામાં જ ગાડી પાર્ક કરે છે. આ સાંભળી પારસીંગભાઈ પુનાભાઈ માળે લાકડી લઈ ધસી આવી હીતેન્દ્રકુમાર ચીમનલાલ માલે ડાબા પગના ઘુંટણથી નીચેના ભાગમાં લાકડી મારી દેતા હિતેન્દ્રભાઈએ બુમાબુમ કરી મૂકતાં જીતેન્દ્રભાઈ અને હરીશભાઈ છોડાવવા વચ્ચે પડ્યા હતા. જેથી પારસીંગભાઈ માળે જીતેન્દ્રભાઈ સાથે ઝપાઝપી કરી.
નીચે પાડી દીધેલ આ વખતે વિશાલ પારસીંગભાઈ માલે લાકડી લઈ દોડી આવી હરીશભાઈને માથામાં મારી ગંભીર ઈજાઓ કરી પથ્થર મારો કરી હીતેન્દ્રભાઈના ઘરના વિલાયતી નળીયા, બારી તથા લાકડાના મુખ્ય દરવાજાની તોડફોડ કરી નુકશાન પહોંચાડ્યું હતું તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી. આ સંબંધે સુખસર પોલીસે ઈપિકો કલમ 323, 504, 506(2), 427, 114 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.