દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના ગસલીમાં કુદરતી હાજતે ગયેલી સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર

  • ભોગ બનનાર સગીરાની મોટી બહેને યુવક સામે ફરિયાદ આપતાં સંજેલી પોલીસે ગુનો દાખલ કર્યો.

દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના ગસલી ગામમાં ઘરથી થોડે દૂર શૌચક્રિયા માટે ગયેલી સગીરાનો એકલતાનો લાભ લઇ ગસલી ગામના યુવકે દુષ્કર્મ આચર્યુ હતું. ભોગ બનનાર સગીરાની મોટી બહેને યુવક સામે ફરિયાદ આપતાં સંજેલી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના ગસલી ગામની એક 17 વર્ષ 2 મહિનાની સગીરાની તારીખ 3.જૂનના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી થોડે દૂર શૌચક્રિયા માટે ગઈ હતી. તે દરમિયાન ગસળી ગામનો રાજુ રામસીંગ ચારેલ ત્યાં આવ્યો હતો અને સગીરાની એકલતાનો લાભ લઇ તેને પકડી પાડી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. આ સંદર્ભે દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાની મોટી બહેને રાજુ ચારેલ સામે સંજેલી પોલીસમાં ફરિયાદ સંજેલી નોંધાવતાં પોલીસે દુષ્કર્મના ગુનો નોઘી ધરપકડના ચક્રો ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરી હતી.