ગોધરા નગર પાલિકાની ચુંટણીમાં ૪૪ બેઠકો માટે ૧૮૭ ઉમેદવારો વચ્ચે જંગ અપક્ષ મૂરતીયાઓ કોણ હરીફોને તારશે કે ડુબાડશે ?

  • ચિત્ર સ્પષ્ટ બનતા પોતપોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ શરૂ થયા
  • ટેકેદારો એ પોતપોતાના ઉમેદવારો અંગેની જીતની દાવેદારી વિવિધ ગણતરીઓ સાથે શરૂ કરી
  • ઠેરઠેર કાર્યાલયોના ઉદ્ધાટનો સાથે પ્રચાર સામગ્રી છાપવાની પ્રક્રિયામાં વ્યસ્ત
  • ૧૮૭ પૈકી સૌથી વધુ ૧૨૫ જેટલા અપક્ષ ઉમેદવારોનો રાફડો
  • સૌથી વધુ અપક્ષ ઉમેદવારો વોર્ડ નં.૧૦માં ૨૦ અને સૌથી ઓછા વોર્ડ નં.૧૧માં ૦૫ છે
  • સૌથી વધુ વોર્ડ નં.૧-૨ માં ૨૧ અને સૌથી ઓછા વોર્ડ નં. ૮ અને ૧૧માં ૧૩ ઉમેદવારો
  • વોર્ડ નંં.૧,૩,૪,૯ અને ૧૧માં આપ પાર્ટીના ૦૭ ઉમેદવારો
  • પહેલીવાર ઓવૈસીની AIMIMના વોર્ડ નં. ૧,૬,૭,૮,૯ અને ૧૦માં ૦૮ ઉમેદવારો એ ચુંટણીમાં ઝંપલાવ્યું
  • કયાંક અપક્ષ ઉમેદવારી કરવા સાથે પારિવારીક સભ્યોને ચુંટણી લડાવી રહેલા સભ્યો
  • ભાજપાએ કુલ ૦૬ વોર્ડમાં ૨૪ ઉમેદવારોને મેદાનમાં ઉતારાયા
  • કોંગ્રેસે કુલ ૦૬ વોર્ડમાં ૨૦ ઉમેદવારોને ઉતારવામાં આવ્યા
  • ભાજપ કે કોંગ્રેસ માંથી મેન્ડેટ નહીં મળતાં શકિત દર્શાવવા અપક્ષ તરીકે લડાતી ચુંટણી
  • અપક્ષ ઉમેદવારો હરીફ ઉમેદવારોનું રાજકીય ગણિત બગાડે તેમ લાગી રહ્યું છે.
  • મનામણા કરવા છતાં અપક્ષ તરીકે ચુંટણી લડી લેવાના મૂડમાં જણાતા ઉમેદવારોને ચિંતા
  • ઉમેદવારો કયા મુદ્દાઓને આગળ કરીને મતદારો સમક્ષ જઈને મતોની માંગણી કરશે તે બાબત અકબંધ

ગોધરા નગર પાલિકાની ચુંટણીને અનુલક્ષીને ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ૧૮૭ ઉમેદવારો ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આ વખતે સૌથી વધુ ૧૨૫ જેટલા અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો છે. હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ બનતા પોતપોતાના મત વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ થયા છે. અત્યારથી જ ટેકેદારો એ પોતપોતાના ઉમેદવારો અંગેની જીતની દાવેદારી વિવિધ ગણતરીઓ સાથે શરૂ કરી છે. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ પ્રચારકાર્ય પુરજોશમાં જામનાર છે.

અઠવાડિયાની પ્રક્રિયા પૂર્ણ થતાં ગોધરા નગર પાલિકાની ચુંટણી સંદર્ભે બુધવારના રોજ ઉમેદવારોને ચિન્હો, સત્તાવાર ક્રમાંક ફાળવવાની સાથે યાદી જાહેર થતાં વિધિવત ચુંટણી પ્રચારના શ્રી ગણેશ સાથે ઠેરઠેર કાર્યાલયોના ઉદ્ધાટનો સાથે પ્રચાર સામગ્રી છાપવાની પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા હતા. ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ૧૮૭ જેટલા ઉમેદવારોએ ચુંટણી મેદાનમાંં ઝંપલાવ્યું છે. જેમાં સૌથી વધુ ૧૨૫ જેટલા અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો છે. જે તમામે તમામ ૧૧ વોર્ડમાં સમાવેશ પામે છે. સૌથી વધુ વોર્ડ નં.૧-૨ માં ૨૧ અને સૌથી ઓછા વોર્ડ નં. ૮ અને ૧૧માં ૧૩ ઉમેદવારો છે. તો બીજી તરફ સૌથી વધુ અપક્ષ ઉમેદવારો વોર્ડ નં.૧૦માં ૨૦ અને સૌથી ઓછા વોર્ડ નં.૧૧માં ૦૫ છે. આ ચુંટણીમાં વોર્ડ નંં.૧,૩,૪,૯ અને ૧૧માં આપ પાર્ટીના ૭ અને ઓવૈસીની AIMIMના ૦૮ ઉમેદવારો અને વોર્ડ નં. ૧,૬,૭,૮,૯ અને ૧૦માં પહેલીવાર સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ઝંપલાવ્યું છે. ગત ટર્મમાં ભાજપાનું શાસન હતું. પરંતુ પાર્ટીના નિર્ણયને કારણે કેટલાક સભ્યોના પત્તા કપાતા અંદર ખાનગી નારાજગી જન્મતા રાજીનામા ધરી દીધા હતા. તો કયાંક અપક્ષ ઉમેદવારી કરવા સાથે પારિવારીક સભ્યોને ચુંટણી લડાવી રહ્યા છે. ભાજપા એ ૦૬ વોર્ડમાં ૨૪ ઉમેદવારોને મેદાનમાં ઉતારયા છે. તેવી રીતે કોંગ્રેસે પણ ૦૬ વોર્ડમાં ૨૦ ઉમેદવારોને ઉતારવામાં આવ્યા છે. ગત સમયે ભાજપ કે કોંગ્રેસ માંથી ચુંટાણયેલ સભ્યોને મેન્ડેટ નહીં મળતાં તેઓએ પણ શકિત દર્શાવવા અપક્ષ તરીકે ચુંટણી લડી રહ્યા છે. વળી, બહુજન સમાજવાદી પાર્ટીના ૦૩ ઉમેદવારો પણ ફરી એકવાર વોર્ડ નં.૦૨ અને ૦૬માં મેદાનમાં છે. સૌથી વધુ નજર ખેંચતી બાબત એ છે કે, અપક્ષ મુરતીયાઓ પાર્ટીના કે પૂર્વ સભ્યોને તારસે કે દુબાડશે તે અંગે રાજકીય પંડીતો વિવિધ ગણતરીઓ માંડી રહ્યા છે. કારણ કે, આ અપક્ષ ઉમેદવારો પોતાના બળે મતો ખેંચી લાવે અને તેઓનું રાજકીય ગણિત બગાડે તેમ લાગી રહ્યું છે.

તો વળી, અગાઉ સક્ષમ ઉમેદવારો દ્વારા અપક્ષોને મનામણા કરવા છતાં ફોર્મ પરત નહીં ખેંચીને અપક્ષ તરીકે ચુંટણી લડી લેવાના મૂડમાં જણાતા તેઓને ચિંતા સતાવી રહી છે. હાલમાં, ૦૬ વોર્ડમાં ભાજપા મજબુત સ્થિતીમાં જણાય છે. તો તેવી રીતે કોંગ્રેસ તરફી એવા અપક્ષ ઉમેદવારો ૦૫ વોર્ડમાં મજબુત ટકકર આપે તેવા છે. જ્યારે એક વોર્ડમાં સંભવિત ભાજપ અને કોંગ્રેસને પછાડીને અપક્ષો મેદાન મારે તેમ જણાઈ રહ્યું છે. ભાજપા એ વોર્ડ નં. ૧,૨,૩,૪,૫ અને ૧૧માં મેન્ડેટ ફાળવ્યા છે. તો કોંગ્રેસે વોર્ડ નં.૧,૨,૩,૪,૫ અને ૧૧માં પોતાના ઉમેદવારો ઉભા કર્યા છે. જેમાં ભાજપની સરખામણીમાં કોગ્રેસે બે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં ચૂક ખાતા મૂરતિયા ન મળ્યા હોવાની સ્થિતી સર્જાઈ હોવાની જાણવા મળેલ છે. ગત મંગળવારે પરત ખેંચવાના દિને વોર્ડ નં.૦૫ના કોગ્રેસી ઉમેદવારે આશ્ર્ચર્ય ઢબે પોતાની દાવેદારી પરત ખેંચવાને લઈને બે રાજકીય જુથો વચ્ચે છુટા હાથે મારામારીનેા બનાવ બન્યો હતો. જોકે, આ ફોર્મ પરત ખેંચાતા સીધેસીધો ભાજપને ફાયદો કરાવી આપ્યો હોવાની લોકોની ગણતરી મુકાઈ રહી છે. ચિન્હો ફાળવણી સાથે ચુંટણી પ્રચારના સત્તાવાર પ્રારંભ થતાં શિયાળાની વિદાય સાથે ફુલ ગુલાબી ઠંડી વચ્ચે ઠેરઠેર દરેક વોર્ડમાં રાત્રીના સમયે જામતા ટોળાઓના પોતપોતાના ઉમેદવારોની હારજીતના દાવા સાથેની ચર્ચાઓએ જામતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. જોકે, આ ચર્ચાઓમાં ૦૫ વર્ષમાં ફલાણા કામો કર્યા છે. હજુ આટલા કામો બાકી છે. વર્ષોથી પ્રશ્ર્નો પડતર છે. તો કેટલાક સારો વિકાસ થયો છે. તેવી ચર્ચાઓ વચ્ચે હજુ સુધી ઉમેદવારો દ્વારા ચુંટણી ઢંઢેરા‚પ એવા વચનો આપવાની શ‚આત કરી નથી. ત્યારે ઉમેદવારો કયા કયા મુદ્દાઓને આગળ કરીને મતદારો સમક્ષ જઈને મતોની માંગણી કરશે તે બાબત અકબંધ છે.