ઝાલોદના કલજીની મુવાડી ગામે ઢોરો બાંધવા બાબતે ઝગડો થતાં બે વ્યકિતને ઈજાઓ

દાહોદ, આંગણામાં ઢોરો બાંધવાના મુદ્દે ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામના નિશાળ ફળિયામાં થયેલ ઉગ્ર બોલાચાલી મારામારીમાં પરીણમતા લાકડીઓ ઉછળતાં બે જણાને ગંભીર ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.

કલજીની સરસવાણી ગામના નિશાળ ફળિયામાં રહેતા સુભાષભાઈ મડુભાઈ વસૈયા તથા તેના પિતા મડુભાઈ વસૈયાને પ્રવીણભાઈ તથા તેની પત્ની સીતાબેન પ્રવીણભાઈ વસૈયાએ બેફામ ગાળો બોલી હું મારા ઢોરો તારા આંગણામાં બાધું છું તો તુ કેમ ના પાડે છે. તેમ કહેતા પ્રવીણભાઈ કહેલ કે, તું તારા ઢોરો તારા આંગણાના ભાગે બાંધ તેમ કરી એકદમ ઉશ્કેરાઈ જઈ સુભાષભાઈએ તેના હાથમાંની લાકડી પ્રવીણભાઈને છાતીના ભાગે મારી ફ્રેક્ચર કરી તથા ગડદાપાટુનો મારમારી ઈજા કરી હતી. આ સંબંધે કલજીની સરસવાણી ગામે નિશાળ ફળિયામાં રહેતા સુભાષભાઈ મડુભાઈ વસૈયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ઝાલોદ પોલીસે કલજીની સરસવાણી ગામે નિશાળ ફળિયામાં રહેતા પ્રવીણભાઈ મડુભાઈ વસૈયા તથા તેની પત્ની સીતાબેન પ્રવીણભાઈ વસૈયા વિરૂધ્ધ ઈપિકો કલમ 325, 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.