દાહોદ, દાહોદ તાલુકાના ગમલા ગામે પેટ્રોલીંગમાં નીકળેલ પોલીસે ગમલા ગામે નાકાબંધી કરતાં તે સમયે ત્યાંથી બે મોટરસાઈકલો પર પસાર થતાં બે ઈસમો પાસેથી ચોરીની બે મોટરસાઈકલો સાથે ઝડપી પાડ્યાંનું જ્યારે બે ઈસમો પૈકી એક બાળ કિશોર હોવાનું જાણવા મળે છે.
ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના ગમલા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે ત્યાંથી બે મોટરસાઈકલ પર બે ઈસમો પસાર થતાં પોલીસે તેઓને રોકવાનો પ્રયાસ કરતાં પોલીસને જોઈ બંન્ને ઈસમોએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેઓનો પીછો કરી કોર્ડન કરી બંન્ને ઈસમોને ઝડપી પાડ્યાં હતા. જ્યારે આ બંન્ને ઈસમો પૈકી એક બાળ કિશોર હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે અન્ય એક ઈસમ રાહુલભાઈ રામચંદ ભુરીયા (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને બાળ કિશોરની અટકાયત કરી તેઓની સઘન પુછપરછ કરતાં બંન્નેએ આ મોટરસાઈકલ મધ્યપ્રદેશથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ સંબંધે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.