
નવીદિલ્હી, માહિતી અનુસાર, હિમસાગર, લક્ષ્મણભોગ અને ફાઝલી સહિત તમામ જાતની ચાર કિલો કેરી પીએમ મોદીને મોકલવામાં આવી છે. આ કેરીઓ એક સુંદર ગિફ્ટ બોક્સમાં પેક કરીને મોકલવામાં આવે છે. પીએમ મોદી ઉપરાંત દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને પણ કેરીઓ મોકલવામાં આવી છે.
મમતા બેનર્જી… પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને વિપક્ષનો એવો ચહેરો, જે કોઈપણ મુદ્દે ભાજપ અને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધવાનું ચૂક્તા નથી. પોતાના તીક્ષ્ણ વલણ માટે જાણીતી મમતા બેનર્જીએ તમામ રાજકીય મતભેદો હોવા છતા પણ પીએમ મોદીને સારી ગુણવત્તા વાળી કેરીઓ મોકલી છે. ૧૨ વર્ષની લાંબી પરંપરાને અનુસરીને આ વર્ષે પણ સીએમ મમતા બેનર્જીએ પીએમ કાર્યાલયમાં સિઝનલ ફળ મોકલ્યા છે. માહિતી મુજબ મંગળવારે સાંજે કેરી ડિસ્પૈચ કરવામાં આવી છે.
માહિતી મુજબ હિમસાગર, લક્ષ્મણભોગ અને ફાઝલી સહિત તમામ જાતોની ચાર કિલો કેરી પીએમ મોદીને મોકલવામાં આવી છે. આ કેરીઓ એક સુંદર ગિફ્ટ બોક્સમાં પેક કરીને મોકલવામાં આવે છે. પીએમ મોદી ઉપરાંત દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને પણ કેરીઓ મોકલવામાં આવી છે.
અગાઉ ૨૦૨૧ માં, મમતા બેનર્જીની ભેટના બદલામાં, શેખ હસીનાએ પીએમ મોદી અને તેમને ભેટ તરીકે ૨,૬૦૦ કિલો કેરી મોકલી હતી. બાંગ્લાદેશી ટ્રકોમાં લાવવામાં આવેલા આ કન્સાઈનમેન્ટમાં પ્રખ્યાત ’હરિભંગા’ કેરીના ૨૬૦ બોક્સ હતા. સીએમ બેનર્જીએ પરંપરાગત પ્રથા જાળવી રાખીને ગયા વર્ષે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને કેરીઓ મોકલી હતી.
પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચેના સંબંધો ખાટા-મીઠા રહ્યા છે. ૨૦૧૯ માં, પીએમ મોદીએ ખુલાસો કર્યો હતો કે મમતા બેનર્જીએ દુર્ગા પૂજાના પ્રસંગે તેમને કુર્તા-પાયજામા અને મીઠાઈઓ મોકલી હતી. પીએમ મોદીએ અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, વિપક્ષી પાર્ટીઓમાં મારા ઘણા મિત્રો છે. તમને જાણીને નવાઈ લાગશે કે મમતા દીદી આજે પણ મારા માટે દર વર્ષે એક કે બે કુર્તા પસંદ કરે છે.
મમતા અને પીએમ મોદી વચ્ચેની આ કેરી ડિપ્લોમસી એવા સમયે સામે આવી છે જ્યારે ઓડિશાના બાલાસોરમાં તાજેતરમાં થયેલા ટ્રેન દુર્ઘટનામાં ૨૮૮ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈને ટીએમસી અને ભાજપ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. સીએમ બેનર્જીએ પણ અકસ્માત અંગે સવાલો ઉઠાવ્યા હતા.