નવીદિલ્હી, ભારતમાં પ્રદુષણની સતત વધતી જતી સમસ્યામાં હવે દિલ્હી દુનિયાનું ચોથા નંબરનું સૌથી પ્રદુષિત શહેર બની ગયું છે જયારે નંબર વન પર પાકિસ્તાનનું લાહોર સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ થયું છે.
દુનિયાના સૌથી પ્રદૂષિત ૨૦ શહેરોમાં ૧૪ ભારતના જ છે અને બાકીના પાંચ શહેરોમાં ત્રણ પાકિસ્તાનના છે. આમ દુનિયામાં સૌથી વધુ પ્રદૂષણ ભારત અને પાકિસ્તાનમાં જ હોવાનું ખુલ્લુ થયુ છે.
નંબર ટુ પર ચીનનું હોતાન અને નંબર ત્રણ પર ભારતનું ભીવંડી (મહારાષ્ટ્ર) જાહેર થયું છે. નંબર ચાર પર દિલ્હી જયારે પાંચમા નંબરે પાકિસ્તાનનું પેશાવર, છઠ્ઠા નંબરે ભારતનું દરભંગા (બિહાર) સાતમા નંબરે ભારતનું અસોપુર જયારે આઠમા નંબર પર આફ્રિકન કન્ટ્રી ચાડનું અંજામેના જયારે નવમાં નંબરે ભારતનું પાટનગર નવી દિલ્હી અને દશમાં નંબરે બિહારનું પાટનગર પટણા છે.
નંબર ૧૧માં ગાઝીયાબાદ (ભારત) નંબર બારમાં ધોળહરા (ભારત) નંબર ૧૩માં ઈરાકનું પાટનગર બગદાદ, નંબર ૧૪ પર બિહારનું છપરા (ભારત) નંબર ૧૫ પર ઉતરપ્રદેશનું મુઝફફરનગર નંબર ૧૬ પર પાકિસ્તાનનું ફૈઝલાબાદ જયારે નંબર ૧૭ પર ગ્રેટરનોઈડા (ભારત) ૧૮ પર બહાદુરગઢ (યુપી) ૧૯ પર ફરીદાબાદ અને ૨૦ પર મુઝફફરપુર બંને ભારતના છે જેમાં ગુજરાતના કોઈપણ શહેર ટોપ ૨૦માં પ્રદૂષીત તરીકે સામેલ થયા નથી.