
નવીદિલ્હી, ઓડિસાના બાલાસોરમાં સર્જાયેલી ટ્રેન દુર્ઘટના બાદ હવે રેલ્વે દ્વારા દરેક મુસાફર માટે વિમાછત્ર ઉપલબ્ધ બનાવવા નિર્ણય કર્યો છે અને દરેક ટિકીટની ખરીદી પર ફક્ત ૩૫ પૈસા વધુ ચુકવીને આ પ્રકારનું વિમાછત્ર મેળવી શકાશે અને તેમાં ઓટો સીલેકશનનું બટન હશે અને મુસાફર જો ઈચ્છે તો તે રીતે ૩૫ પૈસા વધુ ચુકવીને વિમો ખરીદી શકશે.
જો કે તે ફરજીયાત નહી હોય પરંતુ તેનાથી મુસાફરને યોગ્ય વિમાછત્ર ટ્રેન પ્રવાસ સમયે મળી રહેશે તેમાં જો કે શરતો લાગુ હશે.