ચીન, અમેરિકન નેવીની સમકક્ષ બનવા માટે ચીને પોતાની નૌસેનાને એરક્રાફ્ટ કેરિયરોથી સજ્જ કરવાની યોજના પર કામ શરુ કરી દીધુ છે. જોકે આ પૈકીના એક ફુજિયાન નામના એરક્રાફ્ટ કેરિયરના ફ્લાઈટ ડેક પર દેખાયેલી તિરાડોએ હલચલ મચાવી છે અને ચીનની એરક્રાફ્ટ નિર્માણ કરવાની ક્ષમતા પર સવાલો પણ ઉઠાવ્યા છે.
એરક્રાફ્ટ કેરિયરનો ડેક રન વેનુ કામ કરે છે.કેરિયર પર તૈનાત ફાઈટર જેટસ લેન્ડિંગ અને ટેક ઓફ માટે તેનો જ ઉપયોગ કરતા હોય છે ત્યારે તેના પર જો તિરાડો પડી હોય તો તે ચિંતાની વાત છે.તેનાથી ફુજિયાનને નૌ સેનામાં સામેલ કરવાના ચીનના પ્લાનમાં મોડુ પણ થઈ શકે છે.કારણકે ડેક યોગ્ય ના હોય તો વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થવાનો ચાન્સ રહેતો હોય છે.
ફુજિયાન માટે ચીનનો દાવો છે કે, અમેરિકા જેવી જ ટેકનોલોજી આ એરક્રાફ્ટ કેરિયરમાં છે.તેનુ વજન ૮૦૦૦૦ ટન જેટલુ છે.તે ૩૦૦ મીટર લાંબુ અને ૭૮ મીટર પહોળું છે.આ મામલે તે અમેરિકાના સૌથી આધુનિક કેરિયર યુએસએસ જિરાલ્ડ ફોર્ડ જેટલુ જ છે.
ફુજિયાન પરના રડાર ૫૦૦ કિલોમીટર સુધીના વિસ્તારને ટ્રેક કરી શકે છે.તેના પર મોટી સંખ્યામાં લડાકુ વિમાનોને તૈનાત કરી શકાય છે.
જોકે સેટેલાઈટ તસવીરોએ તેના બાંધકામ પર સવાલો ઉઠાવ્યા છે.ફ્લાઈટ ડેકના પાછળના હિસ્સામાં તિરાડો નજરે પડી શકે છે.જેના કારણે ફ્લાઈટ કેરિયર ડેક ફરી બનાવવો પડે તેવુ અનુમાન સંરક્ષણ નિષ્ણાતો લગાવી રહ્યા છે.