શહેરાની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કુલ ૯૦ ઉમેદવારો વચ્ચે જંગ

શહેરા,
શહેરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ ને તાલુકા પંચાયતમાં ૧૧અને જિલ્લા પંચાયતમાં ત્રણ ભાજપના ઉમેદવારો બિન હરીફ થતા ભાજપમાં ખુશી જોવા મળી હતી. નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ૯૦થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહયા હતા.

શહેરામા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ખેંચવાનો દિવસ ભાજપ માટે શુભ રહયો હતો. કોંગ્રેસ ના ઉમેદવારો એક બાદ એક ઉમેદવારી પત્ર પરત ખેંચતા ભાજપના ઉમેદવારો બિન હરીફ થયા હતા. જિલ્લા પંચાયત સીટ પર દલવાડા બેઠક પર ભારતીબેન ભૂપતસિંહ પટેલ, અણીયાદ બેઠક પર નાયક વિનુભાઈ અમરાભાઇ, નાંદરવા બેઠક પર સોલંકી દિલીપસિંહ અરવિંદસિંહ મળી ને કુલ ત્રણ જિલ્લા પંચાયત સીટ બિન હરીફ થઈ હતી. જ્યારે તાલુકા પંચાયતની ૩૦બેઠકો માંથી ખોજલવાસમાં પ્રદીપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, ઉમરપુરમાં ગીતાબેન રાકેશકુમાર ચૌહાણ, પાદરડીમાં રેખાબેન કીરપાલસિંહ માલીવાડ તેમજ માતરિયા વ્યાસમાં દશરથસિંહ વણઝારા, દલવાડામાં ઇન્દિરાબેન ગણપત પટેલ, તાડવામાં પુંજીબેન હાજાભાઈ ચારણ, અણીયાદમાં રજનિષાબેન રાઠોડ, બોડીદ્રા ખુદ કપિલાબેન રાજેશ બારીઆ, બોરિયા સીટ માં ભાવનાબેન જશવંત પગી, ખટકપુર સીટ માં ભૂરીબેંન નાયકા, શેખપુર સીટમાં ચંદુભાઈ નાયકા સહિત ભાજપના ઉમેદવારો બિન હરીફ થયા હતા. ભાજપ માંથી બિન હરીફ થયેલ ઉમેદવારોના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ફટાકડા ફોડી ને પોતાના ઉમેદવારોને મોં મીઠું કરાવતા નજરે પડ્યા હતા. ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા એ કોંગ્રેસની અત્યાર થી હાર થવા માડી છે. આ ચૂંટણીમંા ભાજપ તમામ બેઠકો પર વિજય થશે તેવું જણાવ્યું હતું. આ સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં નગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ૯૦થી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમા રહયા હતા. નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને અપક્ષના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે અને ચૂંટણી રસાકસી બની રહશે તો નવાઈ નહી. ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે ચૂંટણી કચેરીની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

નગર પાલિકાની-૨, જી.પં-૩, તા.પં.માં ૧૧ બેઠકો બિનહરીફ.

શહેરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ચિત્ર સ્પષટ થયેલ છે. સાત જિલ્લા પંચાયત માંથી ત્રણ બિન હરીફ થતા ચાર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ૩૦ માંથી ૧૧બેઠકો બિન હરીફ થતા ૧૯ બેઠકો પર ચૂંટણી જંગ જામશે, જ્યારે નગર પાલિકામાં ૬ વોર્ડની ૨૪ બેઠકો માંથી વોર્ડ નંબર ૧માં બે બિન હરીફ ઉમેદવારો થવાની શક્યતા ને લઈને ૨૨ બેઠકો પર ચૂંટણી ઉમેદવારો લડશે તેમ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ હવે ભાજપના ઉમેદવારો સામે જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી શકે તેમ છે.