
વઢવાણ, નડારા જવાના રસ્તા પરથી લીલો ઘાસચારો ભરેલા બોલેરો ગાડીમાં ઈંગ્લીશ દારૂ ભરીને જઈ રહેલા બે શખ્સો ઝડપાયા હતા.પોલીસે રૂ.૩૬,૦૦૦ના દારૂ સહિત કુલ રૂ. ૨.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. ધજાળા પોલીસ દેવગઢ ગામે નડારા તરફ જવાના રસ્તા ઉપર પેટ્રોલિંગ પર હતી ત્યારે સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડીમાં લીલો ઘાસચારો ભરેલો છે, જેની નીચે ઈંગ્લીશ દારૂ ભરીને દેવગઢ ગામ તરફ આવે છે તેવી બાતમી મળી હતી.જેને આધારે ગાડીને ઉભી રખાવીને તપાસ કરતા રૂ, ૩૬,૦૦૦ની કિંમતની ઈંગ્લીશ દારૂની ૧૪૪ નંગ નાની-મોટી બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.૨,૦૦,૦૦૦ની કિંમતની પીકઅપ ગાડી, રોકડ, એક મોબાઈલ મળીને કુલ રૂ.૨,૩૯,૦૦૦મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો.
તેમજ આરોપી વિજયભાઈ ઉર્ફે વિક્રમ પ્રવીણભાઈ બાહુકિયા (રહે. કુવાડવા, રાગણી માતાના મઢ પાસે) તેમજ ગાડીમાં સવાર કૈલાશભાઈ ઉર્ફે કરવો કેશુભાઈ પીપળીયા (રહે. કુવાડવા, શક્તિ વિજય હોટલ પાછળ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. બન્નેની પુછપરછ કરતા ધીરુભાઈ પડગીર(રહે. નડાળા, હાલ કુવાડવા)એ બોલેરો ગાડી નડાળા ગામે બોલાવીને ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી ભરી લાવીને રાજકોટ ખાતે છૂટક વેચાણ માટે લીધેલો હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર તાલુકા પોલીસે ધુ્રમઠ ચોકડી પાસે એક શંકાસ્પદ ઈકો કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ભગાવી હતી.તથા થોડે દુર કાર પાર્ક કરીને નાસી ગયો હતો. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૂા.૧૭,૧૮૮ની કિંમતની અંગ્રેજી દારૂની ૪૬ બોટલો તથા રૂા.૨,૮૮૦ની કિંમતના બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા. પોલીસે કાર સહિત રૂા.૩.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને નાસી ગયેલા ચાલક સામે ગુનો નોંધ્યો હતો.