
મુંબઇ, મનોરંજન જગતના મોસ્ટ એલિજિબલ બેચલર પ્રભાસ ક્યારે, કોની સાથે અને ક્યાં લગ્ન કરશે? આ સવાલનો જવાબ એક્ટરનો દરેક ફેન જાણવા માંગે છે. હવે પ્રભાસે પોતાની વેડિંગને લઈને એક મોટુ અપડેટ આપી દીધુ છે. જેને જાણ્યા બાદ પ્રભાસના લગ્નને લઈને ફેંસની એક્સાઈટમેન્ટ ડબલ થઈ ગઈ છે.
હકીક્તે ૬ જૂને તિરૂપતિમાં આ વર્ષની સૌથી મોટી ફિલ્મ આદિપુરૂષનું એક્શન ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. ટ્રેલર લોન્ચ વખતે ફેંસે પ્રભાસને તેમના લગ્નને લઈને પણ સવાલ કર્યા. પ્રભાસે પણ આ વર્ષે લગ્નને લઈને સવાલના જવાબ આપ્યા. એક્ટરે કહ્યું- હું તિરૂપતિમાં લગ્ન કરીશ. પ્રભાસના આ જવાબથી તેમના ફેંસના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે.
જોકે એક્ટરે એ નથી જણાવ્યું કે તે ક્યારે અને કોની સાથે લગ્ન કરશે. પરંતુ તેમ છતાં લગ્નને લઈને પ્રભાસનો આ જવાબ વાયરલ થઈ રહ્યો છે. ફેંસ હવે એક્ટરને દુલ્હો બનતો જોવાની રાહ જોઈ રહ્યા છે.
જણાવી દઈએ કે પ્રભાસનું નામ લાંબા સમયથી બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનન સાથે જોડાઈ રહ્યું છે. બન્નેના રિલેશનશિપમાં હોવાના પણ ચર્ચા છે. જોકે પ્રભાસ અને કૃતિ બંન્ને આ અફવાહોને ખોટી જણાવી ચુક્યા છે. હવે બન્નેના રિલેશનની હકીક્તે શું છે તે તો ખબર નહીં પરંતુ ફેંસની એક્સાઈટમેન્ટ જરૂર વધી ગઈ છે.