
મુંબઇ, ’બિગ બોસ ઓટીટી ૨’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. શોની બીજી સિઝન ૧૭ જૂનથી સ્ટ્રીમિંગ શરૂ થશે. ટીઝર વીડિયોમાં સલમાન ખાન કહી રહ્યો છે, ’ઇસ બાર ઇતની લગેગી કી આપકી મદદ લગેગી.’ આ વીડિયોમાં સલમાન બિગ બોસ ર્ં થીમ સોંગ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. સલમાન ઓલ-વ્હાઈટ લુકમાં જોવા મળી રહ્યો છે જ્યારે બાકીના ડાન્સર્સ બ્લેક કોસ્ચ્યુમમાં સજ્જ છે.
ટીઝરમાં સલમાન કહી રહ્યો છે કે આ વખતે દર્શકો જ બિગ બોસમાં આવનાર સ્પર્ધકોને બિગ બોસના ગુસ્સાથી બચાવી શકે છે. જીયો સિનેમાના ડિજિટલ પ્લેટફોર્મે આ શોનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ચેનલના હેન્ડલે કેપ્શનમાં લખ્યું છે કે ’દરેકનો ફેવરિટ સલમાન ખાન ભારતનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ ઓટીટી પર લાવી રહ્યો છે. અને આ વખતે તમે રોપશો અને તમે બચાવશો!
સલમાન ખાન પહેલીવાર બિગ બોસ ઓટીટી સીઝનને હોસ્ટ કરશે. કરન જોહર ૨૦૨૧મા બિગ બોસ ઓટીટી સીઝન ૧નો હોસ્ટ હતો. બિગ બોસ ઓટીટી ૨ માટે સ્પર્ધકોની ઓફિશિયલ લિસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાયક ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણ અને મોડલ-એક્ટર પૂનમ પાંડે આ સિઝનમાં જોડાઈ શકે છે. તે જ સમયે, ટીવી કલાકારો અંજલિ અરોરા, અવેઝ દરબાર, મહેશ પૂજારી, ઉમર રિયાઝ, જિયા શંકર અને પૂજા ગૌર પણ બિગ બોસ ઓટીટીમાં જોડાઈ શકે છે.