ઘોઘંબા તાલુકાની રસાકસી ચુંટણી વચ્ચે સોમવારે કોંગ્રેસના હરીફ ઉમેદવારે પોતાની દાવેદારી પરત ખેચતા કાનપુર જીલ્લા પંચાયતની બેઠકના ભાજપાના ઉમેદવાર રંગીતભાઈ ભોદરભાઈ રાઠવા બિનહરીફ વિજેતા જાહેર થયા હતા તે જ રીતે નવા ગામ તાલુકા પંચાયત બેઠક ઉપર હરીફ ઉમેદવારે ફોમ પરત ખેચીલેતા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના ભાજપાના રંગેશ્વરીબેન રાઠવા બિન હરીફ જીત્યા હતા.
આ બને બઠકો પર અંદર ખાનગી કયાંક રાંધ્યું હોય તેવી ભીતિ વચ્ચે કોગેસના ઉમેદવારો એ ચુંટણી મેદાન છોડી દઈને ભાજપાને વિજય ભેટ ધરી દેતા ઘોઘંબા તાલુકાની ચુંટણીમાં ભાજપાએ બિન હરીફ ખાતું ખોલીયું હતું.
રિપોર્ટર : યોગેશ કનોજીયા