ખારોલ, મહિસાગર જિલ્લાના લુણાવાડાના એસ.ટી.સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર પર વારંવાર ગાબડાઓ પડે છે.
લુણાવાડા નગરમાં આવેલા એસ.ટી.સ્ટેન્ડમાં મોટી સંખ્યામાં વાહનો અને એસ.ટી.બસો અવર જવર કરતી જણાઈ રહે છે. મુસાફર અને વાહનચાલકો માટે લુણાવાડા એસ.ટી.સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર પડેલા તોતિંગ ખાડાઓ ઉ5ર પસાર થતાં ધણી વખત નાના ભુલકાઓ કે વયોવૃદ્ધ ઈસમોને પડવા અને વાગવાનો ભય સતાવી રહ્યો છે. આ મુખ્ય પ્રવેશદ્વાર ઉપર વારંવાર ગાબડાઓ પડવા પામતા હોવા છતાં પણ આ બાબતે કોઈ નકકર કાર્યવાહી એસ.ટી.તંત્ર દ્વારા કરવામાં આવતી થી. જેના કારણે આ પ્રવેશદ્વાર ઉપરથી સ્ટેન્ડની અંદર અવર જવર કરતી બસોના ટાયરને પણ નુકસાન થવાની સંભાવના જણાઈ રહી છે. ધણીવાર આ તોતિંગ ખાડાઓ ઉપર પસાર થતી એસ.ટી.બસો ખાડાઓમાં આવી બંધ પડી જતી હોય છે. બીજી બાજુ દ્વિચકી વાહનચાલકો પણ આવા તોતિંગ ખાડાઓથી પરેશાન થઈ ગયા છે. ખાડાઓમાંથી લોખંડના સળિયાઓ પણ બહાર ડોકાઈ રહેલા જણાય છે. લુણાવાડા એસ.ટી.સ્ટેન્ડના મુખ્ય પ્રવેશદ્વાર પર પડેલા ગાબડાઓનુ સમારકામ કરી મુસાફર અને વાહનચાલકોને અકસ્માત થવાના ડરમાંથી મુક્તિ મળે તેવી માંગણી મુસાફરો કરી રહ્યા છે.