દાહોદ, દાહોદની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કલાર્ક સંવર્ગના 34 કર્મચારીઓને ના.મામલતદાર તરીકે હંગામી ધોરણે બઢતી આપી છે. આ સાથે તમામની બદલી પણ કરી દેવામાં આવી હતી.
દાહોદ જિલ્લામાં મહેસુલ વિભાગના ઠરાવ મુજબ હંગામી જગ્યાઓ ઉપર કલાર્ક સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવાની સત્તા કલેકટરને આપી છે તે અન્વયે 26 મેએ જિલ્લા પસંદગી સમિતિની બેઠકમાં કલાર્ક સંવર્ગના કર્મીઓને હંગામી જગ્યાઓ ઉપર હંગામી બઢતી આપવાનુ ઠરાવ્યુ હતુ. મહેસુલ વિભાગના ઠરાવ મુજબ 31મેથી ચોમાસુ 2023 માટે હંગામી મહેકમ મંજુર કરાયુ હોવાથી દાહોદ જિલ્લમાં ફરજ બજાવતા કલાર્ક સંવર્ગમાં ફરજ બજાવતા 34 કર્મચારીઓને કલાર્ક સંવર્ગમાંથી ના.મામલતદાર સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપવાનો હુકમ કલેકટર દ્વારા કરાયો હતો. આ સાથે જાહેર હિત અને વહીવટી કારણોસર તેમની તાત્કાલિક અસરથી બદલીઓ પણ કરવામાં આવી હતી.