ગોધરા,
સને ૨૦૦૨ના સાબરમતી એકસપ્રેસ ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા અને છેલ્લા ૧૯ વર્ષથી વોન્ટેડ મુખ્ય આરોપીને ગોધરા SOG પોલીસે ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.
સને ૨૦૦૨માં ગોધરા શહેરના સિગ્નલ ફળિયા પાસે સાબરમતી એકસપ્રેસ ટ્રેન હત્યાકાંડ સર્જાયો હતો. જેમાં સંડોવાયેલા આરોપીઓને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સમયાંતરે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમ છત્તા આ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી છેલ્લા કેટલાક સમયથી પોલીસને ચકમો આપીને નાસ્તા ફરતા હતા. ત્યારે ગોધરા જઘૠ પોલીસને બાતમી મળી હતી કે સાબરમતી રેલવે હત્યાકાંડમાં સંડોવાયેલ છેલ્લા ૧૯ વર્ષથી વોન્ટેડ મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક હાલમાં થોડા દિવસોથી સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલી ઇમરાન મસ્જિદ પાસે આવેલા પોતાના ઘરે રહે છે. જેના આધારે SOG પોલીસ અને ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ઘરે જઈને તપાસ કરતા વોન્ટેડ આરોપી મળી આવ્યો હતો. પોલીસે તેનું નામઠામ પૂછતાં તેણે પોતાનું નામ રફીક હુસેન ભટુક જણાવ્યું હતું. જેને લઇને પોલીસે ખરાઈ કરીને આરોપીને ઝડપી પાડયો હતો. પોલીસ દ્વારા દસ્તાવેજ અને ફોન સાથે આરોપીની અટકાયત કરીને ગુનાના કામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે સોંપ્યો હતો. આમ પંચમહાલ પોલીસ દ્વારા સાબરમતિ ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલા આરોપીને ૧૯ વર્ષ બાદ ઝડપી પાડવામાં આવ્યો છે.
ર્ડા. લીના પાટીલ, જીલ્લા પોલીસ અધિક્ષક, ગોધરા…
૨૦૦૨ સાબરમતી હત્યાકાંડના ત્રણ આરોપીઓ વોન્ટેડ છે. તે પૈકીનો આરોપી રહીક હુસેન ભટુક જે છેલ્લા ૧૮ વર્ષથી નાસતો ફરતો હોય તેવા આરોપી અંંગે પોલીસને મળેલ બાતમીના આધારે તેના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે ૨૦૦૨ રેલ્વે હત્યાકાંડમાં સલીમ પાડવા,શોકત અહેમદ ચરખા હાલ વોન્ટેડ આરોપી પકડવાના બાકી છે. પકડાયેલ આરોપીને રેલ્વે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.