- પંચમહાલ જીલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવના સુચારૂં આયોજન અર્થે જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
- જીલ્લાની 1384 શાળાઓ, 152 રૂટ અને 172 જેટલા અધિકારીઓ/પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવમાં જોડાશે.
ગોધરા, સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જીલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ યોજાશે. તા. 12 થી 14 જૂન, 2023 દરમ્યાન જીલ્લામાં શહેરી- ગ્રામ્ય વિસ્તારમાં આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના સુચારૂં આયોજન અર્થે જીલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જીલ્લા કલેકટરએ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે અંગે સબંધિત અધિકારીઓ સાથે સલાહ સૂચનો કર્યા હતા. બેઠકમાં શિક્ષણના તમામ અધિકારીઓ, પ્રોગ્રામ ઓફિસર (આઈસીડીએસ), સામાજીક વનીકરણ વિભાગ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ શહેરી વિસ્તારના ઓફિસરઓ જોડાયા હતા. આ અમલીકરણ બેઠકમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા 1384 શાળાઓમાં કુલ-152 રૂટ નિયત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં જીલ્લા કક્ષાએથી વિધાનસભાના ઉપાધ્યક્ષ, સાંસદ, તમામ ધારાસભ્યઓ, જીલ્લા પંચાયત પ્રમુખ, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જીલ્લા પંચાયતના તમામ સદસ્યઓ, જીલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ, અધિકારીઓ મળી કુલ-172 જેટલા અધિકારીઓ/પદાધિકારીઓએ આ કાર્યક્રમમાં જોડાશે અને ત્રણ દિવસ સહભાગી થઈ આ ક્ધયા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.વિશેષમાં રાજય કક્ષાએથી પણ કુલ-10 જેટલા ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાશે.
નવી શિક્ષણ નીતિ મુજબ આંગણવાડી કેન્દ્રો ખાતે 3 થી 5 વર્ષના બાળકો રહેશે, 5 થી 6 વર્ષના બાળકો બાળવાટિકામાં પ્રવેશ મેળવશે જ્યારે 6 વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકોને પ્રથમ ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે.આ સાથે આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે.આ બેઠકમાં સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.