સંંતરામપુર-લુણાવાડા રોડ ઉપર ડીપી પર કપિરાજને કરંટ લાગતાં એનિમલ હેલ્થ ટીમની સારવારથી જીવ બચાવ્યો

સંતરામપુર, સંતરામપુર લુણાવાડા રોડ પાસે ઇલેક્ટ્રીક ડીપી પર કપિરાજ ચઢવા જત કરંટ લાગવાથી જખમી થતા તાત્કાલિક સારવાર આપવામાં આવી. સંતરામપુર લુણાવાડા રોડ પાસે ઈલેક્ટ્રીક ડીપી ઉપર કપિરાજ ચડવા ગયા હતા. તે દરમિયાન અચાનક સર્કિટ થવાના કારણે કરંટ લાગવાથી તે નીચે પડી જતા તપડીને નીચે પડી ગયા હતા અને જખમી થવાના કારણે તાત્કાલિક આજુબાજુના લોકો દોડી આવ્યા અને એનિમલ હેલ્થની ટીમ પણ તાત્કાલિક પશુ દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવેલા હતા. કપિરાજને તાત્કાલિક સારવાર આપી દેવામાં આવેલી હતી. ત્યારે પશુ દવાખાની ટીમ અને એનિમલની ટીમના સહયોગથી કપિલ તો જીવ બચી ગયો હતો.