શાળા પ્રવેશોત્સવ: ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જીલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ

  • વીડિયો કોન્ફરન્સમાં પંચમહાલ જીલ્લા કલેક્ટર સહિતના જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.

ગોધરા, રાજ્યનો શાળા પ્રવેશોત્સવ આગામી 12 થી 14 જૂન દરમિયાન યોજાવા જઇ રહ્યો છે. જે અંતર્ગત આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તમામ જીલ્લાના વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે ગોધરા જીલ્લા કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે પંચમહાલ જીલ્લા કલેક્ટર સહિતના જીલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને સુચારૂ આયોજન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

બેઠકમાં જીલ્લા કલેકટરએ આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનારા ભૂલકાઓ માટે સિલેબસ સહિતના શાળા પ્રવેશોત્સવ અંગે જરૂરી ચર્ચા સૂચનો કર્યા હતા.

છઆ વીડિયો કોન્ફરન્સમાં જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા, જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, પ્રાયોજના વહીવદાર ડી.આર.પટેલ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી એચ.ટી. મકવાણા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત જીલ્લાના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.