- બિરસા ક્રેડિટ સોસાયટીના સભાસદો દ્વારા નિરાધાર બાળકોને મકાન બાંધકામ માટે રૂપિયા 51,000 ની આર્થિક આર્થિક મદદ કરાઈ.
ફતેપુરા, આદિવાસી સમાજના કલ્યાણ હેતુ સમગ્ર આદિવાસી સમાજને એક પરિવારમાની સમાજનું કલ્યાણ થાય તે હેતુથી બિરસા ક્રેડિટ સોસાયટી દ્વારા એક નવીન સામાજિક ઉત્થાનના કાર્યની પહેલ કરવામાં આવી રહી છે. જેમાં દાહોદ, મહીસાગર અને પંચમહાલ આમ ત્રણ જિલ્લાના અલગ- અલગ ગામના સભાસદો બિરસા ક્રેડિટ સોસાયટી સાથે જોડાઈ પોતાનો એક પરિવારમાની બિરસા ક્રેડિટ સોસાયટી સાથે સંલગ્ન છે. બિરસા ક્રેડિટ સોસાયટીના સભાસદો દ્વારા “આર્થિક લાહ ” થકી ખાનપુરની દિકરીને ક્ધયાદાન તરીકે 81101 આપવામાં આવ્યાં હતાં. બિરસા ક્રેડિટ સોસાયટીના સભાસદો દ્વારા આજે ફરીવાર કંઈક અલગ પહેલ કરી સમાજને મદદ થઈ આદિવાસી સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડવામાં આવ્યું છે.
આજે ફતેપુરા તાલુકાના પટીસરા ગામમાં 7 વર્ષ પહેલા માતા પિતાની છત્ર છાયા ગુમાવનાર ત્રણ અનાથ બાળકો ઘર વિહોણા હતા. જેમના નવીન ઘર માટે જાગૃત યુવા ટીમ ફતેપુરા અને ઝાલોદના યુવાઓએ પહેલ કરી હતી. જેમાં ફતેપુરા અને આજુબાજુના વિસ્તારના લોકો મદદ કરી નિરાધાર બાળકોને પાકું મકાન બનાવી આપવા પાયો નાખ્યો હતો. અંતે થોડી આર્થિક સંકડામણ થતા છેલ્લે બિરસા ક્રેડિટ સોસાયટી પરિવારજનોએ જવાબદારી લઈને ઘરના બાકી રહેલા કામ માટે બીરસા ક્રેડિટ સોસાયટીના સભાસદો દ્વારા ફૂલ નઈ તો ફૂલની પાંખડી રૂપે (વર્ષો અગાઉ બોલવામાં આવતો શબ્દ એટલે લાહ એકબીજાને નિસ્વાર્થ ભાવે મદદ કરવી ) એ શબ્દના આધારે 21 સદીમા આદિવાસી સમાજમાં આજે પણ વર્ષો જૂની પરંપરાને જીવંત રાખી અને “લાહ” કરીને 51,000 હજાર રૂપિયા કરતા પણ વધારેની આર્થિક મદદ અનાથ બાળકોના આશરા (ઘર) કરી આદિવાસી સમાજની વર્ષોથી ચાલતી આવતી પરંપરા “લાહ”નું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યુ હતું. જેમાં બિરસા ક્રેડિટ સોસાયટીના એમ.ડી. અંકિત અમલીયાર તેમજ સભાસદો હાજર રહી નિરાધાર બાળકોને આર્થિક સહાય કરવામાં આવી હતી.