દાહોદ, દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની વિશિષ્ટ કારોબારી સમિતિની બેઠક કમલમ ગાંધીનગર મુકામે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયાર, જિલ્લાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત તમામ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રમુખે પ્રદેશ અધ્યક્ષને આદિવાસી કોટી તેમજ ભોરિયું પહેરાવી સ્વાગત કર્યુ હતું.