સંતરામપુર, નામ ઉષાબેન મુકેશભાઈ નાયક ઉંમર વર્ષ 25 ગામ હરેડા ઓને ડિલિવરીની પીડા ઉપાડતા ફતાભાઈ એ 108 એમ્બ્યુલન્સ લોકેશન ગોધરાનો સંપર્ક કર્યો હતો. ત્યારે 108 એમ્બ્યુલન્સ ગોધરના પાઇલોટ કિરપાલસિંહ સિસોદીયા અને પેરામેડિકલ સ્ટાફ પ્રવીણ પટેલીયા ગણતરીની મિનિટમાં તેઓ પાનમ ડેમ પાસે પહોચ્યાં હતાં. તેઓનો ડિલિવરીની પીડા વધારે હોવાથી ઈએમટી પ્રવિણ પટેલીયાએ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લઈ એમના સ્ટાફ એટલે કે ERCP ડોકટર મહેશનો સંપર્ક લઈ 108 વાન એમ્બ્યુલન્સ રોડની સાઈડ કરીને એમ્બ્યુલન્સમાંજ નોર્મલ ડિલિવરી કરાવી હતી અને પ્રાથમિક સારવાર આપી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરણીયા વધું સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ઉષાબેનના સગા વ્હાલાઓ અને આરોગ્ય કેન્દ્રના સ્ટાફ પણ 108 એમબુલન્સના સ્ટાફને આશીર્વાદ અને આવકાર્યો હતો.