હાલોલ, હાલોલ કોર્ટ પાસે પાવાગઢ રોડ ઉપર 8 જેટલા આરોપી ઈસમો સીફટ કારમાં મારક હથિયારો સાથે આવી જુના ઝગડાની અદાવતે ઝપાઝપી કરી તેમજ ફરિયાદીને તલવાર મારવા જતાં હાથ માંથી ખેંચી લેતા વાગી ન હતી અને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ કોર્ટ પાસે પાવાગઢ રોડ ઉપર આરોપીઓ અમીન અનવર લીમડીયા, તૌફીક મહેમુદ લીમડીયા, નૌમન નજીરભાઈ સરકાર, કાદીર મહંમદ સરકાર, સિદ્દીક સલીમ સરકાર, આદીલ અનવરભાઈ લીમડીયા, તુફેલ ફિરોજભાઈ દાઢી, બેઝાઝ દાઢી, આમીર મજીત તમામ સ્વીફટ કાર નંબર જીજે.06.9143માં આવી જુના ઝગડાની અદાવત રાખી માહિર તથા નાજનીનબહેનને ગાળો આપી હતી અને ગાડીમાં લાવેલ મારક હથિયારો સાથે સાહિલ યુનુસ લીમડીયા સાથે ઝપાઝપી ઝગડો કરી ગડદાપાટુનો મારમારી તેમજ અન્ય આરોપીઓએ યુનુસભાઈ મહમંદભાઈ દલોલીયાને તલવાર વડે હુમલો કરવા જતાં તલવાર પકડી લેતાં ઈજાઓ થઈ ન હતી. આરોપી ઈસમો એ જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.