ગોધરા, ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા ની સામાન્ય ચૂંટણી-2023 માં ભાજપનો ભવ્ય વિજય થયો.ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી અને જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સાથે બજાર સમીતીના નવનિયુકત ડિરેક્ટરો સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
બજાર સમિતિમાં ભવ્ય વિજય બદલ પ્રદેશ પ્રમુખે ધારાસભ્ય , ગોધરા અને નવનિયુકત સભ્યો અને ભાજપા સંગઠનને અભીનંદન સાથે શુભકામનાઓ પાઠવેલ છે.આ શુભેચ્છા મુલાકાતમાં ગોધરા તાલુકા ભાજપ પ્રમુખ સરદારસિંહ પટેલ, મહામંત્રી રામભાઇ ગઠવી, કિરીટસિંહ ઠાકોર, શહેર પ્રમુખ દિલીપભાઈ દસાડિયા, જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ ખુમાંનસિંહ ચોહાણ, સહકારી સેલના પ્રમુખ ચંદ્રસિહ ડી.રાઉલજી, પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ચેરમેન રયજીભાઇ પરમાર, ગોધરા તાલુકા પંચાયત નાં કારોબારી સભ્ય સામંતસિંહ સોલંકી, ચિરાગભાઈ શાહ, સહ કનવિનર મધ્ય ઝોન આઇ. ટી વિભાગ હાજર રહ્યા હતા.