કડાણા, મહિસાગર જિલ્લામાં કમોસમી માવઠાથી મગફળી, મગ, ધાસચારો અને બાજરીના પાકને મોટુ નુકસાન થતાં ખેડુતોને રોવાનો વારો આવ્યો છે.
મહિસાગર જિલ્લામાં વરસાદના કારણે મગફળી, બાજરી સહિતના પાકને નુકસાન થતાં ખેડુતોની હાલત કફોડી બની છે. મહિસાગર જિલ્લાના કડાણા, ખાનપુર, સંતરામપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં આફતરૂપી વરસાદે ખેડુતોને રાતા પાણીએ રડાવ્યા છે. ખેડુતોના ઉનાળા પાકની કાપણીની શરૂઆત થતાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે. પાકની લલણીના સમયે જ વરસાદ ખાબકતા મગફળીના પાકને નુકસાન થયુ છે. વરસાદના કારણપે ખેડુતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. વરસાદથી ખેડુતોને મગફળી, બાજરી, મગ જેવા પાકો સહિત ધાસચારાનો નુકસાન થયુ છે. પશુ આધારે જીવન જીવી રહ્યા હોય તેવા ખેડુતોને પશુ માટેનો ધાસચારો વરસાદથી પલળી જતા પશુપાલકોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ક