અભિષેક બેનર્જીની પત્ની દુબઈ જઈ રહી હતી,એરપોર્ટથી પરત મોકલી દેવાઈ,ઈડીએ જાહેર કરી છે લુકઆઉટ નોટિસ

કોલકતા, પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા સાંસદ અભિષેક બેનર્જીની પત્ની રૂચિરા બેનર્જી અને તેના બે બાળકોને આજે સોમવારે કોલકાતા એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. તેઓ દુબઈ જઈ રહ્યા હતા. અભિષેક બેનર્જીની પત્ની રૂચિરા બેનર્જીને ઈમિગ્રેશન ઓફિસરે એરપોર્ટ પર રોકી હતી. તે કોલકાતાથી દુબઈ જઈ રહી હતી. જોકે ટોચના અધિકારીઓએ અભિષેક બેનર્જીની પત્નીની ધરપકડ કરવાનો ઇનકાર કર્યો છે. તે થોડીવાર ઈમિગ્રેશન ઓફિસની અંદર બેઠી અને પછી ત્યાંથી નીકળી ગઈ. જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, કોલસાની દાણચોરીના કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ રુચિરાને વિદેશ જતા રોકવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે.

તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટના રક્ષણ છતાં અભિષેક બેનર્જીની પત્ની રૂચિરા બેનર્જીને વિદેશ જતા એરપોર્ટ પર રોકી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે સવારે ડમડમ એરપોર્ટથી દુબઈ જતી વખતે તેને અટકાવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રૂજીરા સાથે તેને બે બાળકો પણ હતા. એરપોર્ટની ઈમિગ્રેશન ઓફિસ પર તેની વિદેશ યાત્રામાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જાણવા મળે છે કે, રૂચિરા બેનર્જી સોમવારે સવારે તેના બાળકો સાથે દુબઈ જવા રવાના થઈ હતી. અત્યારે અભિષેક બેનર્જી કોઈ કાર્યક્રમને લઈને સતત બે મહિનાથી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પ્રવાસ કરી રહ્યા છે.

રૂચિરા બેનર્જી તેના બાળકો સાથે એકલી દુબઈ જઈ રહી હતી. પરંતુ ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓએ તેને કથિત રીતે રોકી હતી. રુચિરા બેનર્જીને કહેવામાં આવ્યું કે તે વિદેશ જઈ શકશે નહીં. તૃણમૂલ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, જોકે, સુપ્રીમ કોર્ટે અગાઉ ચુકાદો આપ્યો હતો કે તેમના વિદેશ પ્રવાસ પર કોઈ પ્રતિબંધ નથી.

બીજી તરફ, ઇમિગ્રેશન વિભાગની દલીલ છે કે રૂચિરા બેનર્જી સામે ઈડ્ઢની લુકઆઉટ નોટિસ ચાલુ છે. દિલ્હી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તે કેસમાં રૂચિરા બેનર્જીએ હજુ સુધી જામીન લીધા નથી.

ઈમિગ્રેશન વિભાગનું કહેવું છે કે આવી સ્થિતિમાં તે અત્યારે દેશની બહાર જઈ શકે તેમ નથી. ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તેથી જ સોમવારે તેને વિદેશ જતો અટકાવવામાં આવ્યો હતો. લાંબો સમય રાહ જોયા બાદ રૂચિરા એરપોર્ટથી બહાર નીકળ્યા.

રૂચિરા બેનર્જીને આ રીતે રોકવાથી તૃણમૂલ કોંગ્રેસ નારાજ છે. પાર્ટીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે સંપૂર્ણ માહિતી મળ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે. અમારી પાર્ટી સાથે જોડાયેલા લોકોને હજુ પણ રાજકીય રીતે નહીં પરંતુ અન્ય રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. તે પક્ષ રાજકીય રીતે સાવ નાદાર છે.