’એક્ટરે ૧ મહિના સુધી સગીર નોકરાણી પર કર્યો રેપ, પત્ની પણ જાણતીતી’, એક્ટ્રેસના ખુલાસાથી બોલિવુડ ચોંક્યું

મુંબઇ, બોલિવુડ એક્ટર આદિત્ય પંચોલી મોટા વિવાદોને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે. એક પ્રસંગ એવો પણ હતો જ્યારે ’જો જીતા વોહી સિકંદર’ની અભિનેત્રી પૂજા બેદીએ તેની સાથેના અફેરનો ખુલાસો કર્યો હતો. આ સાથે અભિનેત્રીએ ગંભીર આરોપો પણ લગાવ્યા હતા કે અભિનેતાએ તેની નોકરાણી પર બળાત્કાર કર્યો હતો.

૧૯૯૦ની વાત છે, જ્યારે આદિત્ય પંચોલીએ અભિનેત્રી ઝરીના વહાબ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેને પૂજા બેદી સાથે પ્રેમ થઈ ગયો હતો. આ કારણે તેમનો સંબંધ બહુ ઓછા સમય માટે રહ્યો હતો.આ અફેરનો ખુલાસો ખુદ પૂજા બેદીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો અને આદિત્ય પંચોલી પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા, જે તેનો એક્સ બોયફ્રેન્ડ હતો.

બ્રેકઅપ બાદ પૂજા બેદીએ ૯૦ના દાયકામાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ’થોડા દિવસો પહેલા મેં મારી મેડની ગરદન પર કેટલાક નિશાન જોયા હતા. તે જોવામાં લવબાઈટ દેખાતા હતા. હું તેને ચીડવવા લાગી કે તને પ્રેમ કરનાર પ્રેમી કોણ છે. તો મારી નોકરાણીએ કહ્યું ના, એવું કંઈ નથી.’

પૂજા બેદીએ નોકરાણી સાથેની વાતચીતનો ખુલાસો કરતા કહ્યું, ’મેં ફરી તેને મજાકમાં પૂછ્યું કે તારો બોયફ્રેન્ડ કોણ છે. તેથી તે ઘભરાઇ ગઇ. મેં તેની સામે ઘણા નામ લીધા, જેમને હું જાણતી હતી. ’પણ જ્યારે તેણે પોતાનો ચહેરો નીચે વાળ્યો ત્યારે મને પણ બહુ વિચિત્ર લાગ્યું. મેં ફરી કહ્યું, આદિત્ય હતો? તેથી તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણીએ હા કહ્યું…

પૂજા બેદીના આ ખુલાસાથી બધા ચોંકી ગયા. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે, નોકરાણી સાથે આખો મહિનો આવું ચાલ્યું. મેડે એ પણ કહ્યું હતું કે, આદિત્ય પંચોલી સાથે પહેલીવાર સંબંધ ત્યારે બનાવ્યો હતો જ્યારે તેમની (પૂજા બેદી-આદિત્ય પંચોલી) વચ્ચે ઝઘડો થયો હતો.પૂજા બેદી આરોપ છે કે આદિત્ય પંચોલીએ નોકરાણીને એવું કહીને લાલચ આપી હતી કે, તે તેને એક્ટિંગ ક્લાસ માટે રોશન તરનેજા પાસે મોકલશે અને ત્યાં પૈસા પણ આપશે.જ્યારે એક્ટ્રેસને આ વાતની ખબર પડી તો તેણે તરત જ આદિત્યની પત્ની ઝરીનાને ઘરે બોલાવીને તમામ વાત જણાવી. પછી ઝરીના પણ આશ્ર્ચર્યમાં પડી ગઈ હતી.અહેવાલ મુજબ, પૂજાએ આદિત્ય પંચોલી વિરુદ્ધ કેસ પણ નોંધાવ્યો હતો. જો કે, અભિનેતા અને નોકરાણીએ કબૂલાત કરી હતી કે તે સહમતિથી સંબંધ હતો.