દાહોદ જીલ્લાના સંજેલી તાલુકામાં 8 જેટલા ગૌ વંશજોની ગેરકાયદે કતલ થવાની આશન્કાએ પોલીસ અને સેવાભાવી યુવાનો વચ્ચે તું…તું…મેં…મેં… બાદ મામલો ઠાલે પડ્યો

  • ખોટા માલિક ઊભા કરી બળદ લીધા તેના પણ પૂરતા પુરાવા ન હોવા છતાં બે બળદો કશાઈઓને આપી દેવાયા.
  • સંજેલી નગરમાં ગેરકાયદેસર ચાલતાં કતલખાનાને કોના આશીર્વાદ ?

દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર ચાલતાં કતલખાનાને લઈને અવાર નવાર કઇંક ને કંઈક છુપી બાતમીઓ મળતા સંજેલી તાલુકાના સેવાભાવી યુવાનો અને સ્થાનીક પોલીસ વચ્ચે તું..તું..મેં..મેં.. થઇ જતી હોય છે.

ગૌ વંશજોની ગેરકાયદે કતલ થવાની આશંકાએ યુવાનોને મળતી બાતમીને લઈને પોતાના કામ ધંધો છોડીને એક હિન્દુ સમાજનાં યુવાનો નિર્દોષ પશુંઓની ગેરકાયદે કતલ ન થાય તેમાટે શાંતિ પૂર્ણ રીતે પોલીસની મદદ માંગતા હોય છે. ત્યારે સમયસર પોલીસની મદદ ન મળતા સંજેલીના યુવાનોમાં ભારે રોષ ફેલાતો હોય છે. આવીજ એક ઘટના તા 3 જૂનને શનિવારે સંજેલી નગરમાં બની હતી.

ગામના એક મુસ્લિમ મહોલ્લાના છેવાડે વહેલી સવારે .9 વાગ્યાના અરસામાં એક જગ્યાએ 9 જેટલા નાનામોટા ગૌ વંશજો (બળદો ) બાંધીને રાખવામાં આવ્યા હતા. ત્યારે કેટલાક જાગૃત યુવાનોને આ બાબતની જાણ થતાં જ હિન્દુ સમાજનાં યુવાનો ભેગા થઈને નિર્દોષ પશુઓની ગેરકાયદે કતલ ન થાય તે માટે શાંતિ પૂર્ણ રીતે પોલીસની મદદ માંગી હતી.

સંજેલી પોલીસ સ્ટેશન રૂબરૂ માં જઈનેપણ સમગ્ર હકીકતની જાણકરી હતી. તેમ છતાંય જવાબદાર પોલીસ કર્મીઓ સમયસર જે જગ્યાએ 8.થી 9 જેટલા ગેરકાયદે ગૌ વંશજોબાંધીને રાખવામાં આવ્યાં હતા. તે લોકેશન પર પોલીસ સમયસર ન આવતા રોષે ભરાયેલા યુવાનો ભેગા થઈને 9 જેટલા નાનામોટા ગૌ વંશજો (બળદો) જે જગ્યાપર બાંધીને રાખવામાં આવ્યાં હતા. ત્યાંથી છોડીને પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા હતા. ત્યારે ફરજબજાવતા પોલીસ સબ ઈન્સ્પેક્ટર પટેલ દ્વારા હિન્દુ સમાજનાં યુવાનોને પોતાની વર્દીનો રોફ બતાવ્યો હતો અને સેવાભાવી યુવાનો વચ્ચે તું..તું..મેં..મેં થઈ હતી. ત્યારબાદ યુવાનો એ કહ્યું કે, જો અમે ખોટા હોય તો અમને બધાને એકએક ગોળી મારીદો અમે ક્યારે પણ ગાય માતા કે ગૌ વંશજો (બળદો) બચાવવા પોલીસ સ્ટેશનમા ંનહીં આવ્યે. આમ, થોડીવાર રકઝક બાદ પોલીસ અધિકારીએ યુવાનોની વાતને સમજી હાલમાં તેની તપાસ શરૂ કરી છે. 9 માંથી 2 માલિકોના નામ મળી આવતા તેના બે બળદ જરૂરી પુછપરછ કરી સોંપવામાં આવેલ છે. જયારે બાકી રહેલા 6-7 જેટલા ગૌ વંશજો (બળદો ) બાંધીને રાખવામાં આવ્યા છે. તેમજ પાંજરા પોળમાં મોકલવાની તજવીજ ચાલુ છે.

સંજેલી તાલુકામાં ગેરકાયદેસર ચાલતાં કતલખાનાને કોના આશીર્વાદ મળી રહ્યા છે, તે તપાસનો વિષય બન્યો છે. થોડા સમય પહેલા પણ આવા બે કિસ્સાઓ બનેલા છે. જેમાં ગાયની કતલ કરવાનો બનાવ સંજેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.

તા 3 જૂનને શનિવારે ગૌ વંશજો (બળદો ) બાંધીને રાખવામાં આવ્યા હતા. ત્યાંથી છોડીને પોલીસ સ્ટેશનમાં બચાવવા માટે લાવેલ યુવાનો સાથે પોલીસ સબ ઈન્સ્પેક્ટર પટેલ દ્વારા હિન્દુ સમાજનાં યુવાનોને પોતાની વર્દીનો રોફ બતાવ્યો હતો અને સેવાભાવી યુવાનો સાથે કરેલ વ્યવહાર બાબતે દાહોદ જીલ્લા પોલીસ વડા તેમજ રેન્જ આઇજીને પણ લેખિતમાં રજૂઆતો કરવામાં આવશે, તેવું જાણવા મળ્યુંછે.