દાહોદ જીલ્લાના ઝાલોદ વિશ્ર્વકર્મા મંદિરે જગન્નાથ યાત્રાના ભાગરૂપે વિશ્ર્વકર્મા મંદિરે જલાભિષેક અને પૂજા અર્ચના કરાઈ

  • દર વર્ષે નગરના અલગ અલગ વિસ્તારો ના મંદિરોમાં ભગવાન જગન્નાથ યાત્રાના ભાગરૂપે મામાના ઘરે જતા હોય છે.

દાહોદ,તારીખ 20-06-2023 મંગળવારના રોજ જગન્નાથ યાત્રા આખા ભારતમાં ઉત્સવ રૂપે ઉજવવામાં આવનાર છે. જેનાં ભાગ રૂપે આજ રોજ તારીખ 04-06-2023 રવિવારના રોજ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને ઝાલોદ નગરના મુવાડા રણછોડરાય મંદીર ( ભગવાન જગન્નાથનું નિવાસ સ્થાન ) થી પૂજા અર્ચના તેમજ આરતી કરી ભગવાન જગન્નાથને ઢોલ નગારા અને શંખનાદ કરતા તેમના મામાના ઘરે વિશ્ર્વકર્મા મંદિરે લાવવામાં આવ્યા હતા.

ઝાલોદ વિશ્ર્વકર્મા મંદિરે ભગવાન જગન્નાથ, ભાઈ બલદેવ અને બહન સુભદ્રાનો જલાભિષેક અને પૂજા અર્ચનાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આજના પૂજા અર્ચના પ્રોગ્રામના મુખ્ય યજમાન તરીકે ભગવાનની સેવાનો લાભ સંદિપ પંચાલ અને મહેરાજ પરમારના પરિવારે લીધો હતો.