દેવગઢ બારીયા તાલુકાના કોળીના પુવાળા ગામે સાત દિવસ અગાઉ વાવાઝોડામાં પડેલી વીજ લાઈનમાં અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા ત્રણ બકરાનું ઘટના સ્થળે મોત

  • અન્ય ત્રણથી વધુ બકરાઓનો ગ્રામજનોએ કર્યો બચાવ ગ્રામજનોમાં વિજ તંત્ર સામે રોષ.

દે.બારીયા, દેવગઢ બારીયા તાલુકાના કોળીના પુવાળા ગામે અગાઉ 28 મેના રોજ આવેલા વાવાઝોડામાં ગુણા ફીડરની ખેતીવાડીની વીજ લાઈનનો વિજપોલ તૂટી જતા તેના વીજ વાયરો ખેતરોમાં ખુલ્લા પડ્યા હતા. જે બાબતની જાણ ગ્રામજનો દ્વારા વીજ કંપનીને કરવામાં આવતા વીજ કંપની દ્વારા આ વીજ લાઈનને છૂટી પાડી દેવામાં આવી હતી અને તે પછી આજ દિન સુધી આવી જ લાઈનને જોવા શુદ્ધતા કોઈ વીજ કર્મીઓ આવ્યા ના હતા. ત્યારે આજરોજ બપોરના સમયે આ વીજ લાઈન ખેતરમાં પડી હતી. ત્યારે બકરાનું ટોળું ચરતા ચરતા આ વીજ લાઈન પાસે આવી ચઢતા છ થી વધુ બકરાઓને અચાનક વીજ કરંટ લાગતા નજીક ખેતરમાં કામ કરતા આ બકરાના માલિક દ્વારા બકરાને વિજ કરંટ લાગ્યો હોવાનો જણાતા બૂમાબૂમ કરતા આસપાસના અન્ય ગ્રામજનો દોડી આવી ત્રણથી વધુ બકરાઓને વીજ વાયરથી દૂર કરી બચાવી લીધા હતા. જ્યારે ત્રણ જેટલા બકરાઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ત્યારે આ વીજ લાઈન ચાલુ હોવાના કારણે બકરાનું મોત થતા ગ્રામજનો તાત્કાલિક વીજ લાઈન બંધ કરવા માટે વીજ તંત્રને ટેલીફોનિક જાણ કરવા છતાં પણ આ વીજ તંત્ર દ્વારા જાણે બનાવની કોઈ ગંભીરતા ના હોય તેમ તાત્કાલિક રાહે કોઈ કાર્યવાહી હાથ ધરી ન હોઈ તેમ કોઈ વીજ કર્મી દોઢ કલાકથી વધુ સમય થવા છતાં પણ ઘટના સ્થળે ન પહોંચતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. ત્યારે જો આ વીજ વાયરો ખેતરમાં ખેતી કામ કરતા કોઈ ખેડુત કે પછી અન્ય માનવ જાતને ઈલેક્ટ્રીક શોર્ટ લાગતો તો જવાબદાર કોણ ? જેવા સવાલો ઊભા થવા પામ્યા હતા. ત્યારે પંથકમાં આવી અનેક વિજ લાઈનો તુટેલી પડેલી હોઈ જેને લઇ આ બનાવથી ફફડાટ વ્યાપી જવા પામ્યો.