વેકેશન પુરુ થતાં દાહોદ જીલ્લાની શાળાઓમાં બાળકોના કલરવ પૂન: સાંભળાયો

દાહોદ, ઉનાળુ વેકેશન પુરૂ થતાં આજથી દાહોદ જીલ્લાની શાળાઓમાં બાળકોનો કલરવ પુન: સાંભળવા મળ્યો હતો. બાલ મંદિરથી લઈ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકો અને વિદ્યાર્થીઓની પ્રથમ દિવસે હાજરી પાંખી જોવા મળી હતી ત્યારે બે મહિનાના લાંબા વેકેશન બાદ શાળા સંકુલમાં નાના ભુલકાઓનો અવાર પુન: ગુંજતા શાળા પરિસરમાં અભ્યાસ ક્રમ શરૂં થયો હતો.

દાહોદ શહેર સહિત જીલ્લામાં શાળા, કોલેજો, બાલ મંદિરો આજથી શરૂ થયાં હતાં. શાળા સંચાલકો દ્વારા બાળકો અને વિદ્યાર્થીઓનું આજે પ્રથમ દિવસે આગમન કર્યુ હતું. પ્રથમ દિવસે શાળામાં બાળકો અને વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી, પરંતુ બાલ મંદિરોમાં પુન: નાના ભુલકાઓનો કલરવ સાંભળવા મળ્યો હતો. શાળાઓ શરૂં થાય તે પહેલા થોડા દિવસો પહેલા શાળા સંચાલકોએ શાળા પરિસર સહિત સમગ્ર શાળાને સાફ કરી દેવામાં આવી હતી. બજારોમાં પુસ્તકો, યુનિફોર્મ વિગેરે શાળાકીય ચીજવસ્તુઓ લેવા માટે વાલીઓનો સ્ટેશનરી તેમજ કપડાની દુકાનોમાં ભીડ પણ જોવા મળી હતી. નાના ભુલકાઓ વહેલી સવારે ઉઠી શાળાએ જતાં જોવા મળ્યાં હતા, તો બીજી તરફ લાંબા વેકેશન બાદ પુન: શાળાએ જવું પડતાં ઘણા બાળકોનો રડવાનો અવાજ પણ સાંભળવા મળ્યો હતો. તો બાલ મંદિર જેવા શૈક્ષણિક વિભાગમાં નવા નાના ભુલકાઓનો પ્રવેશ પ્રથમ દિવસે થતાં તેઓ પણ રડતા જોવા મળ્યાં હતા. તો બીજી તરફ આવા નાના ભુલકાઓને બાલ મંદિરમાં મુકવા માટે વાલીઓ પણ જોવા મળ્યાં હતાં.