શહેરા એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

શહેરા, શહેરા નગર અને તાલુકામાં વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી અનેક સ્થળે કરવામાં આવી હતી. જ્યારે નગર વિસ્તારમાં બસ સ્ટેશન પાસે આવેલ એસ.જે. દવે હાઇસ્કુલ ખાતે ફોરેસ્ટ વિભાગ અને શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસને લઈને આસોપાલવ, આંબો, લીમડાના અન્ય છોડનું વૃક્ષા રોપાણ કરવામા આવવા સાથે આર.એફ.ઓ.રોહિત પટેલે દરેક વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત સૌને આજના દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.