ગોધરામાં GTPL કંપનીનું વાઈફાઈ મોર્ડમ લેવા ગયેલ યુવાન ઉપર આરોપીએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવાનનું ટુંકી સારવાર દરમિયાન મોત થતાં એ ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોંધ્યો.

ગોધરા, ગોધરા શહેર ગુરૂકૃપા કોમ્પ્લેકસમાં આવેલ જી.ટી.પી.એલ. બ્રોડ બેન્ડ કં5નીના સેલ્સ રીન્યુઅલ તરીકે નોકરી કરતાં આમીર શેખ તા.26/05/2023ના રોજ સુવિધા નગર ખાતે આવેલ ઓફિસમાં બ્રોડ બેન્ડ રીન્યુનલ કરાવેલ ન હોય વાઈફાઈ મોડેમ લેવા ગયા હતા. ત્યારે અદૈત સતનામી (પટેલ) જઈ પ્લાયવુડનું લાકડું હાથમાં, પગમાં અને માથાના ભાગે ફટકા મારી ઈજાઓ કરતાં બેભાન થઈ જતાં સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી.માં ખસેડવામાં આવ્યા હતા. તે યુવાનનું મોત થતાં ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવા પામ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર ગુરૂકૃપા કોમ્પ્લેકસમાં આવેલ જી.ટી.પી.એલ. બ્રોડ બેન્ડ કં5નીમાં સેલ્સ રીન્યુઅલ તરીકે આમીર શેખ નોકરી કરતો હોય અને તા.25/05/2023 નારોજ ગોધરા સુવિધા નગરમાં અદૈત સતનામી (પટેલ)ની ઓફિસમાં ગયેલ હતા અને ઓફિસમાં અદૈત સતનામી (પટેલ) હાજર હતા. જેથી તમે બ્રોડ બેન્ડ રીન્યુઅલ કરાયેલ નથી. જેથી વાઈફાઈ મોડમ પર લઈ જવાનું છે. વાઈફાઈ મોડમ મને આપી દો તેમ કહેતા અદૈત સતનામી (પટેલ)વાઈફાઈ મોડમ છ વાગ્યા પછી મળશે તેમ કહેતા આમીર શેખ અએ સંજયભાઈ સાથે વાત થઈ છે. વાઈફાઈ મોડમ પાછુ આપો તેમ કહેતા આમીરને ગાળો આપવા લાગેલ અને ગેતલ પટેલ ઉશ્કેરાઈ જઈ તેની ઓફિસમાં ચાલતા ફર્નિચરના કામમાં પડેલ પ્લાયવુડનું લાકડું હાથમાં લઈ આમીર શેખને પગમાં, હાથના ભાગે, બરડાના ભાગે તેમજ માથાના ભાગે ફટકા મારી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. અદૈત સતનામી (પટેલ) દ્વારા કરવામાં આવેલ હુમલામાં આમીર શેખને ગંભીર ઈજાઓ થતાં બેભાન થઈ ગયેલ અને ભાનમાં આવ્યો ત્યારે વડોદરા એસ.એસ.જી.માં સારવાર હેઠળ હોય ગેતલ પટેલ દ્વારા આમીર શેખ ઉપર હુમલો કરવાના કિસ્સામાં ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે તા.26/05/2023ના ફરિયાદ નોંધાઈ હતી. વડોદરા એસ.એસ.જી.માં સારવાર માટે લઈ જવાયેલ આમીર શેખની હાલત ગંભીર થતાં વેન્ટીલેટર ઉપર મુકવામાં આવ્યો હતો. અદૈત સતનામી (પટેલ) દ્વારા મારમારતાં ગંભીર ઈજાઓ થતાં આમીર શેખનું સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યુંં હતું. આમીર શેખના મોતથી માતા-પિતા અને સર્ગભા પત્ની અને બાળકો ઉપર આભ ફાટયું હોય તેવી સ્થિતીમાં મુકયા છે. ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે અગાઉ હુમલો અને મારમારવાની ધટનામાં ગેતલ પટેલ સામે નોંધાયેલ ફરિયાદમાં આમીર શેખના મોત બાદ 302 મુજબ હત્યાનો ગુનો નોંધી પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.