ડિબ્રુગઢ, ગુવાહાટીથી આસામના ડિબ્રુગઢ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં ટેક-ઓફ થયાના ૨૦ મિનિટ બાદ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટે સમજદારી બતાવી અને પ્લેનને ગુવાહાટી એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું. ફ્લાઈટમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી રામેશ્ર્વર તેલી અને ભાજપના બે ધારાસભ્યો સહિત ૧૫૦ થી વધુ મુસાફરો હતા.
મળતી માહિતી મુજબ, ગુવાહાટીથી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ રવિવારે સવારે ૮:૪૦ કલાકે ટેકઓફ થઈ હતી પરંતુ ૨૦ મિનિટ પછી ફ્લાઈટને ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું.