શહેરા સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં બીજેપી,અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારો એ ફોર્મ ભર્યા

શહેરા,
શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટેની તૈયાર ઓ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોના નામોની જાહેરાત કરાયા બાદ તમામ ઉમેદવારો શુક્રવાર ના રોજ વાજતે ગાજતે ઉમેદવારી નોધાવી હતી.જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોધાઈ હતી.

આગામી ૨૮મી ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્ય સહિત પંચમહાલ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સ્થાનિક સ્વરાજયની ચુંટણી યોજાવાની છે ત્યારે શહેરા નગરમાં આવેલ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના કાર્યાલય ખાતે શહેરા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારો એકત્રિત થયા હતા. જ્યાંથી વાજતે ગાજતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અિ શ્ર્વન પટેલ અને જિલ્લા મહામંત્રી જીગ્નેશ પાઠકની હાજરીમાં ભાજપના તમામ હોદ્દેદારો પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર નોંધાવા પહોંચ્યા હતા. ચૂંટણી અધિકારી સમક્ષ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા અને તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૂપતસિંહ પટેલની ઉપસ્થિતિમાં દલવાડા જીલ્લા પંચાયત સીટના મહીલા ઉમેદવાર ભારતીબેન પટેલ તેમજ સુરેલી જિલ્લા પંચાયત સીટના ડો. કિરણ સિંહ બારીયા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તો બીજી તરફ કોંગ્રેસના હોદ્દેદારો એ પણ કોંગ્રેસ ઉપ પ્રમુખ તખત સિંહ સોલંકી, દુષ્યંત સિંહ ચૌહાણ તેમજ જે. બી.સોલંકી,કોંગ્રેસ પ્રમુખ આરતસિંહ પટેલ એ પોતાના ઉમેદવારોને લઈને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવા આવી પહોંચ્યા હતા જ્યારે શહેરા નગરપાલિકા ચુંટણી માટે અત્યાર સુધી કોંગ્રેસના મેન્ડેટ પરથી એકપણ ઉમેદવારે ઉમેદવારી નહિ નોધાવતા રાજકીય પક્ષ સહિત નગરજનો માં ચર્ચા થઈ રહી છેકે કોંગ્રેસ અપક્ષના ટેકે ચુંટણી લડશે કે પછી નગરપાલિકાના ચુંટણી જંગમાં ભાજપ અને અપક્ષ વચ્ચે રસાકસીનો જંગ જામશે તે તો ફોર્મ ખેંચવાની તારીખે જ ખ્યાલ આવશે તે તો જોવુજ બની રહ્યું છે.

મહત્વ નું છેકે નગર પાલિકા ની ચુંટણી માં ભાજપ એ નવા ચહેરાઓ ને તક આપવા સાથે શિક્ષીત યુવાનો ને ટીકિટ આપી હતી. વોર્ડ નંબર ૨ મા ભાજપ ના ૨૬વર્ષીય શ્ર્વેત પાઠક એ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારો ફોર્મ ભર્યું હતું.અને જીતવા સાથે તે વિસ્તારનો વિકાસ કરવાની વાત કરી હતી.

શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આરત સિંહ પટેલ ને પાલિકા માં અત્યાર સુધીમાં કોંગ્રેસ માથી એક પણ ફોર્મ અત્યાર સુધી ભરવામાં નથી આવ્યું. તે વિશે પૂછતા તેઓ ચૂંટણી કચેરી ખાતે થી જવાબ આપવાની જગ્યાએ આ બાબતે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.ત્યારે આ વખત પાલિકાની ચુંટણીમાં ભાજપ અને અપક્ષ ના ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે તેવી શક્યતા જોવા મળી રહી છે..

શહેરા ધારાસભ્ય કાર્યાલય ખાતેથી જે ભાજપના ઉમેદવારો સાથે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઊમટી આવ્યા હતા. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના કાર્યાલય ખાતે જોવા મળતા દ્ર્શ્યો પરથી ભાજપ ના અગ્રણીઓ અને કાર્યકરો ને કોરોના નો કોઈ જ ડર ના રહ્યો હતો. જ્યારે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાથે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ડી.જે.ના તાલે ફિલ્મી ગીતોના સથવારે ચૂંટણી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવારો એ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલીયા સહિત ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાલિકાના ઉમેદવારો એ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

છેલ્લા ૨૫ વર્ષથી શહેરા નગર ભાજપના મહિલા સક્રીય કાર્યકર તરીકે રહી ચુકેલા સુશીલાબેન મારવાડીએ વોર્ડ નંબર-૨માં ભાજપમાંથી ટિકિટની માંગણી કરી હતી, પરંતુ ભાજપે તેઓને ટિકિટ આપી ના હતી. ટિકિટ નહીં મળતા સુશીલાબેન મારવાડીએ પોતાની નારાજગી વ્યક્ત કરીને વોર્ડ નંબર-૨ માં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી જવા પામી હોવા સાથે ચર્ચા નું સ્થાન ચર્ચા નું સ્થાન બની જવા પામ્યું છે.