ટ્રેન દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને દુખ વ્યક્ત કર્યુ

વોશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને શનિવારે ભીષણ રેલ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ હતુ. જો બાઇડેને દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યુ કે, આ ઘટનાથી વ્યથિત છુ. ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ૨૮૮ કરતા વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.જણાવી દઇએ કે, બાલાસોરમાં ત્રણ ટ્રેન એક બીજા સાથે ટકરાઇ હતી. જેમા અંદાજે ૨૮૮ લોકોના મોત થઇ ગયા હતા. જ્યારે ૧૦૦૦ લોકોના ઘાયલ થયા છે. આ ઘટના પર જો બાઇડેન તરફથી નિવેદન બહાર પાડીને કહેવામાં આવ્યુ છે કે, ફર્સ્ટ લેડી જિલ બાઇડેન અને હૂ ભારતમાં ટ્રેન દુર્ઘટનાથી વ્યથિત છીએ. જે લોકોએ આ ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેમાના પ્રતિ સંવેદના વ્યક્ત કરીએ છીએ જો બાઇડેનને અમેરિકા અને ભારત વચ્ચે ઘણા મજબત સંબંધ છે. બંને દેશનો પરિવાર એક બીજાની સંસ્કૃતિ શેર કરે છે.

જો બંને દેશોને એકજુટ કરે છે. સમગ્ર અમેરિકાના લોકો ભારત સાથે છે. અમે ભારતના લોકો સાથે સંવેદના વ્યક્ત કરીએ છીએ. જણાવી દઇએ કે, બાલાસોર દુર્ઘટના બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રાહત બચાવ કામમાં લાગેલા લોકોના વખાણ કર્યા હતા. તેમણે ટ્વીટ કરીને રેલવે, એનડીઆરએફ, ઓડીઆરએફ, સહિત સ્થાનીય પોલીસ અધિકારીઓ પોલીસ, ફાયરના જવાનોના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ કે, તમારા આ સમર્પણ પર ગર્વ છે.