દાહોદ, દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના નીનામાના ખાખરીયા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતાં મકાનમાં મોબાઈલની તથા ફુટવેરની દુકાન કરી રાખી હતી તે મકાનો સંપુર્ણ સામાન બળીને રાખ થઈ જતાં આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
લીમખેડા તાલુકાના ધાનપુર થઈ લીમખેડા રોડ પર આવેલ નીનામાના ખાખરીયા ગામે એક મકાનમાં જેમાં મોબાઈલ ફોન અને ફુટવેરની દુકાન કરી રાખી હતી જેમાં આજરોજ આકસ્મિક આગ ફાટી નીકળી હતી. આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરતાં મકાનમાં મુકી રાખેલ મોબાઈલ ફોનનો અને ફુટવેરનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની ઘટનાની જાણ સ્થાનીક ફાયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીનો ભારે મારો ચલાવી આગ ઉપર ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.