NCC CATC-I કેમ્પનો વેજલપુર ખાતે પ્રારંભ

વેજલપુર, 30 ,Guj BN NCC, Godhra દ્વારા CATC-I કેમ્પનો જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર, પંચમહાલ ખાતે તારીખ 29/5/2023 થી 7/6/2023 સુધી વાર્ષિક કેમ્પ યોજાઈ રહ્યો છે.

એનસીસી તાલીમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જેમાં યોગા, ડ્રિલ,રાઇફલ શૂટિંગ, મેપ રીડિંગ, ઓપ્સ્ટીકલ ટ્રેનિંગ, તથા વિવિધ રમતો, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આ કેમ્પમાં શાળા કોલેજના કુલ 476 કેડેટ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે.

આ કેમ્પમાં NCC ઓફિસર લેફ્ટ.વી.કે.ભાલોડીયા, અજીત મછાર,GCI અંકિતા તથા કેર ટેકર ઓફિસર સાથે SM લક્ષ્મણસિંહ તથા PI સ્ટાફ દ્વારા જુદી જુદી તાલીમ આપવામાં આવી રહી છે.

આ કેમ્પનું સફળ સંચાલન તથા માર્ગદર્શન 30 Guj BN NCC, Godhra ના Commanding Officer Col Rajesh Yadav તથા Adm Officer Col B.S.Grewal દ્વારા કરવામાં આવી રહ્યું છે.