ગોધરામાં ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પ્રારંભ કરાયો; મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો

ગોધરા, ગોધરાના અટલ ઉદ્યાનમાં આજે પતંજલિ યોગ સમિતિ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સ્થાનિક અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય યોગ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યોગ શિબિરમાં મોટી સંખ્યામાં ગોધરા શહેરના શહેરીજનોએ ભાગ લીધો હતો.

યોગઋષિ બાબા રામદેવના પરમ શિષ્ય પરમાર્થદેવજી, આદિત્યદેવજી, ઋતદેવજીના સાંનિધ્યમાં ગોધરા ખાતે ત્રણ દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં યોગ-પ્રાણાયમ દ્વારા અસાધ્ય રોગોનું નિવારણ કેવી રીતે કરી શકાય તેની સરળ સચોટ ઉપચાર પદ્ધતિ ના માધ્યમથી જાણકારી આપવામાં આવી હતી. તેમજ બાબા રામદેવના પરમ શિષ્ય દ્વારા યોગ શિબિરમાં ભાગ લેનાર તમામ તાલીમાર્થીઓને યોગના વિવિધ આસનોનું બે કલાક જેટલા સમય દરમિયાન નિદર્શન કરી યોગના વિવિધ આસનો દ્વારા થતા શારીરિક માનસિક ફાયદા તેમજ હાલની સ્ટ્રેસ ફુલ જીવનશૈલીમાં શરીરને નીરોગી રાખી શકાય તે અંગે પણ યોગ નિદર્શન કરી તાલીમાર્થીઓને માહિતગાર કર્યા હતા. ગોધરાના અટલ ઉદ્યાન ખાતે આજથી ત્રિદિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શહેરીજનોએ આ યોગ શિબિરમાં ભાગ લીધો હતો.