હાલોલ પાલિકાએ રૂ.૬.૫૭ કરોડ અને ગોધરા પાલિકાએ ૬૪.૪૬ લાખ રૂપિયા પી.એફ.ના જમાં ન કરાવતા નોટિસ

પંચમહાલની હાલોલ અને ગોધરા પાલિકાના કર્મચારીઓના પી.એફ.ના રકમ જમાં ના કરાતા પી.એફ.કચેરી દ્વારા કાર્યવાહી કરી છે. હાલોલ પાલિકાના ૬.૫૭ કરોડ અને ગોધરા પાલિકાના ૬૪.૪૬ લાખની રકમ પી.એફ.ખાતામાં જમાં કરાવી નથી.

વડોદરા ખાતેની કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, શ્રમ અને રોજગાર મંત્રાલયની પ્રાદેશિક કચેરી દ્વારા પી.એફ.બાકી હોય તેવા નગરપાલિકાની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પંચમહાલની પાલિકાઓ પાસે લાખો ‚પિયાની પી.એફ.ની રકમ બાકી હોવાનુ સામે આવ્યુ છે. ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીની સ્થિતિએ વ્યાજ અને પેનલ્ટ સહિત લાખો ‚પિયાનુ લેણું બાકી નીકળે છે. જેમાં હાલોલ નગરપાલિકા પાસે સોૈથી વધુ રૂ.૬,૫૭,૨૬,૩૪૫/-ની વ્યાજ અને પેનલ્ટી સહિતની રકમ બાકી છે. તેમજ ગોધરા નગરપાલિકાના પી.એફ.ના ૬૪,૪૬,૫૯૭/-વ્યાજ અને પેનલ્ટી સહિતની પી.એફ.નુ ભરણું બાકી છે. પી.એફ.કચેરી દ્વારા બે પાલિકાના લાખો ‚પિયાના પી.એફ.ના નાણાં ભર્યા ન હોવાથી નોટિસ આપી હતી. તેમ છતાં યોગ્ય જવાબ ન આપતા વડોદરાની કચેરી દ્વારા સત્તાવાર પેનલ્ટી અને વ્યાજ સાથેની રકમની યાદી જાહેર કરીને કડક વલણ અપનાવવામાં આવ્યુ છે.