દે.બારીયા શહેર સહિત આસપાસના ગ્રામ્યમાં કમોસમી વરસાદથી ધરતી પુત્રોમાં ચિંતા

દે.બારીયા, દે.બારીયા શહેરમાં અને પંથકમાં સવારથી જ કાળા ડીમાંગ વાદળ છાયું વાતાવરણમાં અચાનક પલ્ટો દેખવા મળતાં સવારે સાડા આઠ વાગ્યાના સુમારે કડાકા ભડાકા અને વિજળીના ચમકારા સાથે પુરો એક ઈંચ વરસાદ બે કલાકમાં ખાબકયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દેે. બારીયા શહેર તથા પંથકમાં સવારથીજ કાળા ડીંબાગ વાદળો જોવા મળેલા વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહ થી ગરમી સામે બસરો યથાવત રહ્યો હતો. લોકો સવારે જાગે તે પહેલા કડાકા ભડાકા તેમજ વિજળીના ચમકારા સાથે એકધારી બે કલાક ધોધમાર વરસાદ વરસતા ભરઉનાળે અષાઢી માહોલથી લોકોએ ગરમીથી સેકાતા આમ લોકો એ રાહત અનુભવી હતી. એક તરફ સુર્ય આગ ઓકતી ભાટીમાં શેકાતા લોકો ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા. એવામાં તા.4/6/2023 રવિવારની વહેલી સવારે મેધ સવારીના દર્શન સાથે જાગ્યા અને અસહાય ગરમીથી રાહત આપી હતી. બે કલાકના વરસાદ વિજળી પણ ગુલ થઈ ગઈ હતી. જ્યારે દે.બારીયા ધોધંબા વચ્ચેનો રોડ પણ સમુર સમય બંધ થયો હતો. આ રોડ ઉપર વૃક્ષો ધરાશાય થયાના કારણે આ રોડ બ્લોક હતો.

અત્રે ઉલ્લખનિય છે કે, દે.બારીયા નગર પાલિકાને મોનસુન એ દસ્તક દીધા છે પણ પ્રિમોન્સુનની કામગીરીના શુભ આરંભી કર્યા નથી. વરસાદી કાંસો જેમની તેમજ કચરાના ઠપ સાથે ભરેલ જોવા મળી રહી છે. પાલીકા સુપર સીટમાં ફરવાય ચુકી છે. તો વિકાસના કાર્યો બંધ થઈ ગયા છે. સુપરસીટનો સમય આગામી ઓગસ્ટ 2023 બાદ પાલિકાની સામાન્ય ચુંટણી થશે ત્યાં સુધી વિકાસના તેમજ સ્વચ્છ ભારત મિશન અને સુજલામ સુફલામના કાર્યો પણ થઈ શકે નીહ તે આમ જનતાનો વેધક સવાલ છે.

શહેરનો સ્ટેટના સમયની ગંદાપાણીની ગટરોની પણ સાફ સફાઈ કરવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે. તે યક્ષ પ્રશ્ર્ન છે. આમ, વરસાદી આગમનમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તો નગર પાલિકા વરસાદી કાંસનો સાફ સફાઈનું યુદધ્ધના ધોરણે કાર્ય હાથ ધરાશે તે તો આવનારો સમય બતાવશે.