દાહોદ, તા. 30/5/23 ના રોજ મોડી રાત્રે ગામ. છરછોડા તા.ગરબાડા રાજલીબેન ડામોર ઉ.વ.70 મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેણીનું મોત નીપજ્યું હતું. સરકારશ્રી ઠરાવ ની જોગવાઈ મુજબ મૃતક ના પરિવારને માન.ધારાસભ્યશ્રી, ગરબાડા શ્રી મહેન્દ્રભાઈ ભાભોર ના હસ્તે રૂપિયા 500000/- (રૂપિયા પાંચ લાખ પુરા) સહાય નો ચેક આજરોજ તા.3.6.2023ના રોજ આપવામાં આવ્યો. આ અવસરે ત ડીસીએફ (DCF)બારીયા વન વિભાગ આર.એમ. પરમાર, મદદનીશ વન સંરક્ષક (ACF)અભિષેક સામરિયા, RFO ગરબાડા એમ.એલ. બારીયા, ગામના સરપંચ,તાલુકા સભ્ય અને અન્ય ગામ ના આગેવાન, ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વનવિભાગે આ દીપડાને પકડવા માટે પાંજરા મુક્યા છે અને સ્ટાફ દ્વારા ગ્રામજનોને રાત્રે ઘરની બહાર ન સૂવું, હંમેશા સમૂહમાં બહાર નીકળવું, આસપાસની જગ્યા સ્વચ્છ રાખવા,ઘર ની અજુ બાજુ અજવાળું રાખવું, સાંજના સમયે અને રાત્રે નાના છોકરાને બહાર એકલા ન મુકવા જેવા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવા માં આવી રહી છે.