વિશ્વ પર્યાવરણ દિવસ:આકર્ષણનું કેન્દ્ર બનતું રાબડાળ આરોગ્ય વન : વનવિભાગ દ્વારા દુર્લભ – લુપ્ત થતી વનસ્પતિઓનું અહીં થઈ રહ્યું છે સંવર્ધન

દાહોદ જીલ્લામાં 9 તાલુકા આવેલ છે. જે માં બારીયા વન વિભાગનો કુલ જંગલ વિસ્તાર 815.37 ચો.કિ.મી નો છે. જે બારીયા તાલુકામાં 144.86 ચો.કિ.મી,ઘાનપુર-127.77 ચો.કિ.મી,દાહોદ-123.64 ચો.કિ.મી,ઝાલોદ-94.64 ચો.કિ.મી, ફતેપુરા-40.66 ચો.કિ.મી,સંજેલી-61.00 ચો.કિ.મી, ગરબાડા- ચો.કિ.મી,લીમખેડા-108.74 ચો.કિ.મી, સીંગવડ- ચો.કિ.મી, આમ કુલ : 13 રેન્જ આવેલ છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં દીપડાની વસ્તિની દ્રષ્ટિએ દાહોદ જીલ્લો બીજા નંબર પર આવેલ છે. અને હાલમાં પણ દીપડાની વસ્તિમાં વધારો થતો રહેલ છે. જેથી બારીયા તાલુકામાં ઉચવાણ જંગલ સેર્વે નંબર : 65 માં રેસ્કયુ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યુ છે.

વન વિભાગની રામપુરા રેન્જ જે દાહોદ શહેર નજીક રાબડાળ ખાતે આરોગ્ય વન નું 4.40 હેકટર વન વિસ્તારમાં નિર્માણ કરવામાં આવ્યુ છે. ઐાષઘિય બાબતે લોકોમાં જાગૃતા આવે તથા એલોપેથીક દવા મોઘી તથા આડઅસર થતી હોય આર્યુવેદીક દવા સસ્તી તથા કોઇ આડ અસર ના થાય તેમજ લુપ્ત થયેલ જાતો જે લોકો આજ દિન સુઘી ફકત નામ સાંભળેલ પરંતુ તે કેવા પ્રકારનું હોય તે જોયેલ ના હોય તે માટે 61 અલગ-અલગ જાતોના કુલ 3111 ઐાષઘિય તથા શુસોભીત જાતો ના રોપા રોપેલ છે. તથા દરેક જાતનો મહિમા (દાવામાં ઉપયોગીતા) દર્શાવતા સાઇન બોર્ડ મુકેલ તથા રાશી વન તૈયાર કરવામાં આવેલ જેમાં કઇ રાશીને કયા વૃક્ષ (રોપા) ઘ્વારા ગ્રહ નડતર દુર કરી શકાય તે માટે વિગતે સંદેશો આપતા સાઇન બોર્ડ મુકવામાં આવ્યા છે.. આરોગ્ય વન ના સહેલાણીઓ માટે બેસવા માટે બાંકડા,વનકુટીર, તથા બાળકોને રમવા માટે ની સગવડ તથા વોકીંગ ટ્રેક, વિગેરે અનેક ઇવેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.. હાલમાં દાહોદ ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકોના સમુહ આરોગ્યવન નિહાળવા આવી રહેલ છે.

વહીવટ તંત્ર ઘ્વારા ઈં કઘટઊ ઉઅઇંઘઉ ના સાઇન બોર્ડ એ હાઇવે રોડ ઉપર થી અવર-જવર કરતા લોકો માં ખુબજ આકર્ષણ જમાવેલ છે.