મહિસાગર, મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના નરોડા (તળાવના મુવાડા) ગામની રાધાબેન રામાભાઈ મછાર નામની દિવ્યાંગ રમતવીર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફુટબોલ રમતમાં જર્મની બર્લિન ખાતે 17 જૂન થી 25 જૂન દરમિયાન યોજાનાર સ્પેશિયલ ઓલિમ્પિકસમાં પસંદગી પામી છે.
તેની આ સિદ્ધિ બદલ મહીસાગર જીલ્લા કલેકટર ભાવિન પંડ્યા, અધિક કલેકટર સી વી લટા દ્વારા જીલ્લા વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ પ્રસંગે રાધાબેનના સ્પેશિયલ એજ્યુકેટર રમેશભાઈ સોલંકી, પિતા રામાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.