સંતરામપુર ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી સમાજના પ્રસંગોમાં હાજરી આપતાં સમાજમાં માન

સંતરામપુર 123 વિધાનસભાના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર કેબિનેટ શિક્ષણ મંત્રી બન્યા પછી પણ પોતાના સમાજમાં સામાજીક પ્રસંગો અને અન્ય પ્રસંગોમાં હાજરી આપવામાં અચૂક ચૂકતા નથી સંતરામપુર અને કડાણા 123 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા પોતાના મત વિસ્તારમાં ગામડે ગામડે લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ હોય ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી તમામ જવાબદારીઓ હોવા છતાંય તેમના મતવિસ્તારના પોતાના સમાજના આદિવાસી વિસ્તારમાં અને અન્ય સમાજમાં કોઈપણ સંદેશો મળે તો શનિ-રવિના દિવસોમાં ફરજીયાત હાજરી આપવામાં જરાય ચૂકતા નથી અગાઉના પાંચ વર્ષોમાં પણ પોતાની શિક્ષણ મંત્રી હોવા છતાંય સમાજ ગામડાઓમાં મરણ પ્રસંગે ફરજીયાત હાજરી હાજરી આપતા હોય છે જ્યારે સંતરામપુરના અન્ય સમાજમાં કોઈપણ પ્રસંગે હાજરી ફરજીયાત આપતા હોય છે તાજેતરમાં સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે આદિવાસી સમાજમાં મરણનો પ્રસંગ બનાવ બનતા જ અને જાણ થતાં તાત્કાલિક તેમને તેમના પરિવાર સાથે બેસણામાં હાજરી આપી આ રીતે અલગ અલગ ગામડાઓમાં ફરજીયાત શિક્ષણ મંત્રીની સામાજીક પ્રસંગો સૌથી વધારે હાજરી જોવા મળતી હોય છે.